ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરાના પુત્ર વિશાલભાઈ કગથરાનું અકસ્માતે અકાળે અવસાન થયું હોય જેની સ્મૃતિમાં તા. ૧૮ ને બુધવારના રોજ પાનેલી ગામે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
સ્વ. વિશાલભાઈ કગથરાની પુણ્યતિથી નિમિતે તા. ૧૮ ને બુધવારે સવારે ૦૮ : ૩૦ થી સાંજે ૫ કલાક સુધી પાનેલી ગામની પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે જે કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે તપાસીને વિનામૂલ્યે દવા પણ આપવામાં આવશે
જે સર્વરોગ નિદાન કેમ્પનો પાનેલી ગામ અને આસપાસના ગ્રામજનોએ લાભ લેવા જણાવ્યું હે તેમજ પાનેલી ગામના લોકો માટે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે
માળીયા: પાવરગ્રીડ ખાવડા ||-બી ટ્રાન્સમિશન લી. દ્વારા ૭૯૫ કે.વી. લાકડીયા-અમદાવાદ ટ્રાન્સમિશન લાઈનનું કામ તાત્કાલીક અટકાવવા અને ખેડૂતોને વળતર ચુકવવા માંગ સાથે માળિયાના ખાખરેચી ગામે ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો જેમાં ખેડૂતોની બહોળી સંખ્યામાં હાજરી જોવા મળી હતી.
સરકાર દ્વારા પાવરગ્રીડ ખાવડા ||-બી ટ્રાન્સમિશન લી. ને ૭૬૫ કે.વી....
તમારા જીએસટી નંબરનો દુરુપયોગ કરીને તમારી સાથે કોઈ છેતરપિંડી તો નથી કરી રહ્યું ને? મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આવી એક છેતરપિંડીની થઈ છે અરજી!
મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગની તેજીનો સમય આવ્યા પછી કેટલાક ફ્રોડ લોકો પણ આ ધંધામાં ઘૂસી ગયા છે મોરબીની આ ટાઈલ્સ દેશ અને વિદેશમાં વેચાય છે અને...
હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં રણ વિસ્તારમાં મીઠાના અગરમા ખોદકામ કરતા હોય ત્યારે ગેસ ઉત્પન્ન થતા શ્વાસમાં તકલીફ થતા એક યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે બે યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ ટીનાભાઇ અમરશીભાઇ રાણેવાડીયા ઉ.વ.-૩૦ રહે સુંદરગઢ તા-હળવદવાળ તથા ભરતભાઇ ચતુરભાઇ રાણેવાડીયા ઉ.વ.૨૫ રહે ટીકર...