મોરબીના નાગડાવાસ ગામ નજીક મને પૈસા કેમ નથી આપતો કહી યુવકને એક શખ્સે માર માર્યો
મોરબી: મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા નજીક માધવ હોટેલના ગ્રાઉન્ડમાં યુવક પોતાની ટ્રકની કેબીન ઉપર સુતો હતો ત્યારે એક શખ્સે આવી યુવકને ઉઠાડી પૈસા કેમ મને આપતો નથી તેમ કહી ગાળો આપી યુવકને લોખંડના વ્હીલ પાના વડે માર માર્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ રાજસ્થાનના વતની અને ડ્રાઈવિંગનો ધંધો કરતા બચાયાખાન હસનખાન સહતા (ઉ.વ.૩૮) એ આરોપી શકુરખાન મિયલખાન સીધી રહે. રાજસ્થાન વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૦૪-૨૦૨૩ ના રોજ ફરીયાદી પોતાના હવાલાવાળી ટ્રક નંબર GJ-18-BV-2320 વાળી લઇને નાગડાવાસ ગામના પાટીયા પાસે આવેલ માધવ હોટલના ગ્રાઉન્ડમા પોતાની ટ્રકના કેબીન ઉપર સુતા હતા ત્યારે આ કામના આરોપી પોતાની હવાલાવાળી ટ્રક જેના રજીસ્ટર નંબર GJ-08-Y-1668 લઇને આવેલ અને ફરીયાદી સુતા હોય ત્યા જઇ ફરીયાદીને ઉઠાડી પૈસા કેમ મને આપતો નથી તેમ કહી ગાળો આપી ઝપા ઝપી કરી ફરીયાદીને જમણા પગમા લોખંડના વ્હીલ પાના વડે માર મારી ફરીયાદીને ફેકચર જેવી ઇજા કરી ટ્રક મુકી નાસી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર બચાયાખાને આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૩૨૫, થથા જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.