મોરબી: ત્રણ વર્ષ પહેલા મોરબીના જુના બસ સ્ટેન્ડનુ નવની કરણ કરવા સવા કરોડ રૂપિયાનો ખર્ચ કરી અતીઆધુનિક બિલ્ડીંગ તો બનાવી નાખ્યું પરંતુ અધિકારીઓની રખ રખાવ અને દેખભાળની ઉદાસીનતાએ નવા બનેલા જુના બસ સ્ટેન્ડ ને “ઉકરડા હાઉસ”મા ફેરવી નાખ્યું છે.
અધિકારીઓના પાપે નવા બનેલા બસ સ્ટેન્ડ પરના સવા કરોડ રૂપિયાનાં ખર્ચ પર કલંક લગાડી દેવાયો છે બસ સ્ટેન્ડમાં ઉકરડા ગંદકી પાછળનાં ભાગમાં મળ અને પેશાબની રેલમછેલ પ્રાઇવેટ વાહનોના બે રોકટોક અવરજવર પાણીના પરબ પર તાળા પૂછપરછ બારી મન ફાવે ત્યારે ચાલુ અને બંધ રહેતી હોય ઓનલાઇન બુકિંગ ની વ્યવસ્થા ગમે ત્યારે ઓન કે ઓફ રહેવી સામાન્ય બાબત બની છે.
મોરબીના જુના બસ સ્ટેન્ડનુ ૨૨/૦૬/૨૦૧૯ મા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોરબી જીલ્લો બન્યો તેને આજે દશ વર્ષ જેટલો સમય થય ચુક્યો છે તેમ છતા મોરબીમાં આજે પુરતી સુવિધા પ્રજાને મળી રહીં નથી. મોરબીમાં બે બસ સ્ટેન્ડ આવેલ છે નવું અને જૂનું જેમાં મોરબીના હજારો મુસાફરોની લાભદાયી સુવિધા માટે રૂ.૧.૨૪ કરોડના ખેંચે અત્યાધુનિક રીતે જુના બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેનું સીએમ રૂપાણીએ આ બસ સ્ટેન્ડનું ઇ-લોકપર્ણ કર્યા બાદ વિધિવત રીતે કલેકટરે તકતીનું અનાવરણ કરીને મુસાફરોના લાભાર્થે જુના બસ સ્ટેન્ડને ખુલ્લું મૂક્યું હતું.
મોરબીના વર્ષોથી ખખડધજ હાલતમાં રહેલા જુના બસ સ્ટેન્ડનું ૨૦૧૯મા રીનોવેશન કરવામાં આવ્યું હતુ જેમાં રૂ.૧.૨૪ કરોડના ખર્ચે જુના બસ સ્ટેન્ડનને અદ્યતન બનાવવામાં આવ્યું હતું. આ બસ સ્ટેન્ડમાં ઓનલાઈન રિઝર્વેશન સહિતની મુસાફરો માટે તમામ પ્રકારની સવલત ઉભી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું પરંતુ નહીં હકિકતમાં મોરબીના જુના બસ સ્ટેન્ડની વાસ્તવિકતા કંઈક જુદી છે કરોડો રૂપિયાના ખર્ચે આ બસ સ્ટેન્ડ રીનોવેશન તો કરાયું પરંતુ મુસાફરોને પુરતી સુવિધા આપવામાં મિન્ડુ જ રહ્યું. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ જુના બસ સ્ટેન્ડમાં મુસાફરો ઉભા નથી રહી શકતા ચારે તરફ ગંદકીના ગંજ જ જોવા મળે છે જેથી ત્યાં ઉભું ન રહી શકાય તેવી દુર્ગંધ આવતી હોય છે તેમ છતા મુસાફરોને ત્યાં બસની રાહ જોઈ બેસવું કે ઉભું રહેવું પડે છે.
મોરબી જુના બસ સ્ટેન્ડમાં આવેલ ઓનલાઇન રિઝર્વેશન અને ઓનલાઈન ટીકટ સેવા અવારનવાર બંધ હોય છે જેથી લોકોને છેક નવાં બસ સ્ટેન્ડે ઓનલાઇન રિઝર્વેશન માટે ધક્કા ખાવા પડે છે. તેમજ મોરબી જુના બસ સ્ટેન્ડમાં મુસાફરોને પીવા માટે જે પાણીનું પરબ બનાવવામાં આવેલ છે તેનાં પર તાળું લગાવી દેવામાં આવેલ છે. જ્યારે આજે મોરબી જુના બસ સ્ટેન્ડમાં મુસાફરોને પીવા માટેના પાણીની કોઈ વ્યવસ્થા નથી. તેમજ અવારનવાર પુછપરછ ની બારી પણ બંધ જોવા મળતી હોઈ છે તેવી અનેક વાર ફરિયાદો પણ મળતી હોઈ છે.
જ્યારે મોરબી શનાળા રોડ પર કરોડોના ખર્ચે નવું બસ સ્ટેશન તૈયાર થવા જઈ રહ્યું ત્યારે લોકોના મનમાં એક પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે શું નવા બસ સ્ટેન્ડમાં મુસાફરોને તમામ સુવિધાઓ મળશે કે પછી જુનાં બસ સ્ટેન્ડમાં જે રીતે મુસાફરોને સુવિધા મળી રહી છે તેવી મળશે? કે પછી મુસાફરોને સુવિધાઓથી વંચિત રહેવાનો તો વારો નહીં આવે ને તે તો હવે આવનાર સમય જ બતાવશે.
ટંકારામાં ફરી એક વખત સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી છે જેમાં ટંકારાની ખીજડીયા ચોકડી પાસે રહેણાંક મકાનમાંથી એક પિસ્તોલ, કાર્ટીસ, એરગન સાથે મળી કુલ કિં રૂ. ૪૧,૮૩૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે અને અન્ય ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરીંગ...
મોરબી જિલ્લામાં હાઈવે ઉપર રોંગ સાઈડમાં ચાલતા વાહનો વિરુદ્ધ ડ્રાઈવ યોજી મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવા આવેલ જેથી મોરબી જીલ્લામાં તા.૦૨/૦૧/૨૦૨૫ થી તા.૦૩/૦૧/૨૦૨૫ સુધી "વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ...
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં 18 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી હોવાની વાત સામે આવી રહી છે ત્યારે આ 18 ઉમેદવમાંથી સૌથી પ્રબળ દાવેદાર કોણ ?
જો પાટીદાર સમાજના ઉમેદવાર ની વાત આવે તો અરવિંદભાઈ વાંસડિયા અને...