મોરબીના ધરમપુર ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવતા સારવારમાં
મોરબી: મોરબી તાલુકાના ધરમપુર ગામે કોઈ કારણસર ઝેરી દવા પી જતા પરણીતાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાય.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા સોનુબેન જયદીપભાઈ ગમારા (ઉ.વ.૨૩) એ પોતાના ઘરે કોઈ કારણસર ઝેરી દવા પી જતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.