આર્થિક ભીંસ નાં કારણે આવું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે
મોરબી : મોરબીમાં નવલખી ફાટક પાસે કુબેરનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટર નાં ધંધાર્થી એ પોતાની ઓફિસમાં ઝેરી દવા પી લેતા તેને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતાં જેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું
પોલીસ દ્વારા તપાસ કરતા લોકડાઉન બાદ ધંધો ચાલતો ન હોય આર્થિક ભીંસથી કંટાળી પગલુ ભરી લીધાનું બહાર આવ્યું હતુંરાજકોટ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોરબીમાં કુબેરનગરમાં રહેતા ધર્મેન્દ્રભાઈ વિનોદચંદ્ર નાગર ઉ.54 શનિવારે ટીંબડીના પાટીયા પાસે તેની શ્રીજી સપ્લાયર નામની ટ્રાન્સપોર્ટની ઓફિસે હતા ત્યારે ઝેરી દવા પી જતા તેને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડલ હતા. જ્યા સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે તપાસ કરતા ધંધો ચાલતો ન હોય આર્થિક ભીંસથી કંટાળી પગલુ ભર્યુ હોવાની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતું.