Monday, September 30, 2024

મોરબીના જેતપરમા તું મારી પત્ની સાથે ફોન પર કેમ વાતો કરે છે તેમ કહી યુવાન પાસેથી ત્રણ શખ્સોએ દશ લાખની કરી માંગ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના જેતપર ગામે તું મારી પત્ની સાથે ફોન પર કેમ વાતો કરે છે તેવું કહી ઉપાડી જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણ શખ્સોએ સમાધાનના રૂપિયા દશ લાખ આપવાના છે તેવા ફોન કરતા યુવકે ફોન બંધ કરી દેતા બે શખ્સોએ યુવકના પિતાના ફોન પર ફોન કરી રૂપિયા નહીં આપો તો તમારા દિકરાને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવકે ત્રણે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા અને એગ્રોમા નોકરી કરતા કૃણાલભાઈ વિનોદભાઈ અઘારા (ઉ.વ.૨૪) એ આરોપી શ્યામ રબારી રહે. રાજકોટ, જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રહે. બંગાવડી તા. ટંકારા, રવીભાઈ દીલીપભાઇ ખટાણા રહે. શકત સનાળા મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી આશરે દોઢ બેએક મહિના પહેલા થી આજદીન સુધી ફરીયાદીને મોબાઇલ નંબર ૭૨૨૯૦૭૭૦૭૫ ઉપરથી વોટસઅપ કોલ કરી પ્રિયાબેન રાજકોટ દ્વારકેશ ઓટોલીંક નામની ફાયનાન્સ પેઢીમાંથી બોલુ છુ તમારે કાર ઉપર લોન જોઇતી હોય તો કહો તેમ કહી અવાર-નવાર ફરીયાદી સાથે ફોન પર વાત કરતા હોય જેનો ગેરલાભ લઇ આરોપી શ્યામ રબારીએ ફરીયાદીને ફોન કરી ધમકાવી જેમ ફાવે તેમ ગાળો દઇ તુ મારી પત્નિ સાથે ફોન પર કેમ વાતો કરે છે તેવુ કહી ઘરેથી ઉપાડી જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપતા આરોપી જયદીપસિંહ તથા રવીભાઈ વચ્ચે પડી મુખ્ય આરોપી શ્યામ રબારી સાથે સમાધાનની વાત થઇ ગયેલ છે અને તે પેટે અમોએ તેને રૂપીયા દસ લાખ ચુકવી દીધેલ છે જે રૂપીયા તારે ગમે તે ભોગે અમને આપવા પડશે તેવી ફરીયાદીને ધમકી આપતા ફરીયાદીએ પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દેતા આરોપી જયદીપસિંહ તથા રવીભાઈએ ફરીયાદીના પિતાના મોબાઇલ ફોન પર ફોન કરી તમારા દિકરાનુ સમાધાન કરાવેલ છે તેના રૂપીયા દસલાખ તમારે આપવા પડશે નહીતર તમારા દિકરાને ઘરેથી ઉપાડી જઇ મારી નાંખશુ તેવી ફોન ઉપર અવાર-નવાર બળજબરીથી નાંણા કઢાવી લેવા સારૂ મૃત્યુના ભયમાં મુકવાની ધાક ધમકી આપી જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપતા હોવાની ભોગ બનનાર યુવાને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૮૭,૫૦૭, ૫૦૪,૫૦૬,(૨),૧૧૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર