મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે ખારાવાડ વિસ્તારમા જાહેર શેરીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે ખારાવાડ વિસ્તારમા રહેતા જગદીશભાઇ પ્રેમજીભાઈ સોરીયા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૬-૧૨-૨૦૨૨ ના રોજ સવારના અગ્યાર સવા અગ્યાર વચ્ચેના સુમારે ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજીસ્ટર નં- GJ-36-N-3996 જેની કિં. રૂ-૨૦,૦૦૦/-વાળુ કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હવાની જગદીશભાઇએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
