Saturday, September 28, 2024

મોરબીના કાલીકા પ્લોટમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો કિં.રૂ. 26840નો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના કાલીકા પ્લોટમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ કિં રૂ. ૨૬૮૪૦/-નો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

 

 

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે જુનેદભાઇ તૈયબભાઇ પુંજાણી રહે. મોરબી કાલીકાપ્લોટ સાયન્ટીફીક રોડ વાળો પોતાના રહેણાંક મકાનમા ઈંગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરેછે. જેથી બાતમીના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર તથા સ્ટાફ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા રહેણાંક મકાને આરોપી હાજર મળી નહી આવતે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તેના રહેણાંક મકાનમાથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ-૩૨ કિ.રૂ.૨૬૮૪૦/- નો મુદામાલ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર