Monday, September 30, 2024

મોરબીના ઉંચી માડેલ ગામે રૂપિયા બાબતે યુવકને બે શખ્સોએ લોખંડના પાઇપ વડે ફટકાર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડેલ ગામના બસ સ્ટેન્ડ નજીક આશરે ત્રણ મહિના પહેલા ભેંસના નાના ત્રણ પાડા રૂપિયા ૭૦૦૦ માં વેચેલ હતા તેના રૂપિયા આપવા બાબતે કહેતા યુવકને બે શખ્સોએ ઢીકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનારે યુવાને બે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગર જીલ્લાનાં વતની અને હાલ મોરબીના મહેન્દ્રનગર જુનાં ગામમાં રહેતા મહીપાલ અજીતભાઈ પરમાર (ઉ.વ.૨૦) એ આરોપી ગોપાલ ભુપતભાઇ મુધવા રહે. ઉચી માંડલ તા. મોરબી તથા એક અજાણ્યો માણસ ગોપાલ મુધવાનો મિત્ર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૩-૦૧-૨૦૨૩ ના રોજ સવારના આશરે દસેક વાગ્યાના અરસામાં ફરીયાદીએ આ કામના આરોપી ગોપાલને આજથી આશરે ત્રણેક મહીના પહેલા ભેસોના નાના ત્રણ પાડા રૂપિયા ૭૦૦૦/-મા વેચેલ હતા અને તે રૂપિયા આપવા બાબતે ફરીયાદીએ આરોપી ગોપાલને કહેતા તે એકદમ ઉશકેરાઇ ગયેલ અને ફરીયાદીને ભુડાબોલી ગાળો આપવા લાગતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપી ગોપાલએ ફરીયાદીને જેમફાવે શરીરે મુઢ માર મારવા લાગેલ અને તે વખતે આરોપી ગોપાલનો મિત્ર બોલેરો ગાડી લઇ આવેલ અને બોલોરો ગાડીમાથી લોખંડનો પાઇપ કાઢી ફરીયાદીને ડાબા પગના ઢીચણના નીચેના ભાગે મારતા ડાબા પગમા એક ટાકો આવેલ અને બન્ને આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવક મહીપાલે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪,૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર