મોરબી:ચેક રીટર્ન કેશમાં એક વર્ષની કેદ સાથે ડબલ રકમ આપવી પડશે ન્યાયાલય નો હુકમ
મોરબીમાં અવાર નવાર ચેક આપીને વહીવટ થતા હોય છે પરંતુ નાણાકીય વહીવટમાં વિશ્વાસ માં લઈને ચેક આપીને નાણાં ની ચુકવણી ન કરવી તે ઇન્ડિયન પીનલ કોર્ડ હેઠળ સજા ને પાત્ર છે …. આવીજ એક ભૂલ મોરબીમાં એક વ્યક્તિ એ કરી અને ન્યાયાલયે સજા સંભાળવી દીધી
ચેક રીર્ટન કેશ મા આરોપી ધર્મેશ સંજયભાઈ કંજારીયા ને ડબલ રકમ રૂ.૯,૯૨,૦૦૦ અને એક વર્ષ ની કેદની સજા ફટકારતી નામદાર મોરબી ના એડી.ચીફ જયુડીશીયલ મેજી.સાહેબની કોર્ટ
ફરીયાદપક્ષની ફરીયાદ હકીકત ટુંકમાં એવી છે કે, ફરીયાદી અને આરોપી મિત્ર થાય છે અને અરસપરસ સામાજીક સંબંધો ધરાવે છે. આ કામમા આરોપીને તેમના અંગત ઉપગયોગ માટે રૂપીયાની તાત્કાલીક જરૂરીયાત પડતા ફરીયાદી પાસેથી રૂા.૪,૯૬,૦૦૦–(અંકે રૂપિયા ચાર લાખ છન્નુ હજાર) પુરા ની માંગણી કરેલ. સદરહું માંગણી કરતા ફરીયાદી સંમત થતા આરોપીની વિનંતી મુજબ રૂ.૪,૯૬,૦૦૦/-(અંકે રૂપિયા ચાર લાખ છન્નુ હજાર) પુરા રોકડા આરોપીને આપેલા અને તે આરોપીએ સ્વીકારેલા અને આ ૨કમ ફરીયાદીને થોડા દિવસની અંદર પરત ચુકવવાનુ નકકી કરેલ અને આ રકમ માત્ર સંબંધના હિસાબે વગર વ્યાજે હાથ ઉછીના આપેલ. ત્યારબાદ ફરીયાદીએ આરોપીને ચુક્વેલ રકમ પરત માંગતા આરોપીએ ફરીયાદી જોગ તા.૨૩/૦૩/૨૦૨૧ ના રોજનો બેંક ઓફ બરોડા, મોરબીનો ચેક નં.000005 વાળો રૂા.૪,૯૬,૦૦૦/-(અંકે રૂપિયા ચાર લાખ છન્નુ હજાર) પુરાનો એકાઉન્ટ હૈ નો લખી આપેલ અને વિશ્વાસ અને ખાત્રી આપેલ કે સદરહુ ચેક તો તમારી બેંકમા રજુ કરતા કલીયરીંગ ધ્વારા પાસ થઈ જશે અને તમને તમારી રકમ પરત મળી જશે. આમ, આરોપીની વાતમાં વિશ્વાસ રાખીને ફરીયાદીએ સદરહુ ચેક સ્વીકારેલ, ત્યારબાદ આરોપીએ આપેલ સદર ચેક ફરીયાદીએ તેમની સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, મોરબી પરાબજાર શાખામા જમા કરાવેલ. પરંતુ સદરહુ ચેક “ફંડસઈન્સફીસીયન્ટ” ના શેરા સાથે પાસ થયા વગર રીટર્ન થયેલ. જે અંગેનો બેંક રીટર્ન મેમો ફરીયાદીને તા.૨૪૦૩૨૦૨૧ ના રોજ મળેલ છે. ત્યારબાદ સદરહુ ચેકના નાણા વસુલ નહી મળતા ફરીયાદીએ ચેક રીટર્ન થયેલ હોય જેથી ફરીયાદી ધ્વારા આ કામના આરોપી વિરુધ્ધ ભારતીય વટાઉખત અધિનિયમની કલમ-૧૩૮ મુજબ ન્યાયીક કાર્યવાહી અર્થે હાલની ફરીયાદ દાખલ કરેલ છે.અન્વયે મોરબી મહે. એડી.ચીફ જ્યુડીશીયલ મેજી,સાહેબ ની કોર્ટ મા ફરીયાદી પાર્થ મહેતા એ વકીલ શ્રી જે.બી.પાંચોટીયા મારફત કેશ દાખલ કરેલ.જે કેશ ચાલી જતા મોરબીના મહે. એડી.ચીફ જયુડીશીયલ મેજી.સાહેબ શ્રી ડી.કે.ચંદનાણી સાહેબે આરોપી ને દંડ સહીત રૂ.૯,૯૨,૦૦૦ અને એક વર્ષ ની કેદની સજા અને રકમ ચુકવવા મા કસુરવાર કરીયેથી વધુ ૯૦ દીવસ ની સાદી કેદ ની સજા નો હુકમ નામદાર કોર્ટ ફરમાવેલ. આ કેશ મા ફરીયાદી તરફે મોરબી ના જાણીતા વકીલ શ્રી જે.બી.પાંચોટીયા ગીરીશ અંબાણી,
ફરીયાદી તરફે મોરબીના યુવા ધારાશાસ્ત્રી શ્રી જે.બી.પાંચોટીયા,ગીરીશ અંબાણી,કીંજલ એન રૂપાલા,ધવલ ડી શેરશીયા,ડી.એમ .ચનીયારા,નીશા કંકાશણીયા વકીલ તરીકે રોકાયેલ હતા.