મોંરબી: પ્રીમીયમ ભર્યું હોય તેમ છતા કંપનીએ વીમો નામંજુર કરતા ગ્રાહક સુરક્ષા કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
મોરબી:મોરબી શહેર / જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ઝીકીયારીના વતની લાભુબેન ઈશ્વરભાઈ ભાટીયાએ તેમના પતિનો અકસ્માત વીમો લીધો હતો. પતિના નિધન બાદ વીમા કંપની ચોલા મંડલમ એમ. એસ. જનરલ ઈન્સ્યોરન્સએ વીમો નામંજુર કર્યો હતો અને કારણ બતાવેલ કે ઈશ્વરભાઈનો અકસ્માત થયો ત્યારે તેની પાસે વેલીડ લાયસન્સ ધરાવતા નહી જેથી પોલીસીનો ભંગ થયેલ છે.
જે બાદ આ કેસ લાલજીભાઈ મહેતા પાસે આવતા આ કેસ રાજકોટ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સુનાવણી દરમિયાન કોર્ટે ગ્રાહકની વાત ધ્યાનમાં લીધી કે તેઓ વીમા કંપની પાસેથી સભાસદ મંડળીના સભાસદોના હીતમાં વીમો લીધેલ છે. અને મંડળીએ પ્રીમીયમ ભરેલ છે માટે વીમા કંપની વીમો નામંજુર કરી શકે નહી. આ દલીલ સંભળ્યા પછી રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમે લાભુબેન ભાટીયાને ચોલા મંડલમ વીમા કંપનીએ પાંચ લાખ રૂપિયા તારીખ ૧૮/૭/૨૦ થી સાત ટકાના વ્યાજ સાથે ચુકવવાના અને ત્રણ હજાર ખર્ચ પેટે ચુકવવાનો આદેશ કરેલ છે. તેમજ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું ગ્રાહકોએ પોતાના હક માટે લડવું જોઈએ અને કોઈપણ સમયે તેમનો સંપર્ક કરી શકે છે. જો આ રીતે ગ્રાહક તેના હક માટે નહીં લડે તો ક્યારેય તેમને ન્યાય નહીં મળે.