Saturday, November 16, 2024

મુંબઈના બે શખ્સોએ વિશ્વાસ કેળવી મોરબીના વેપારી સાથે 46.25 લાખની કરી છેતરપિંડી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળિયા: મોરબીના રહેવાસી નીલેશભાઈ બચુભાઈ ગડારની મોરબી કંડલા નેશનલ હાઇવે રોડ ભીમસર ચોકડી પાસે માળિયા (મી) એરકોન માઈક્રોન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાંથી કુલ રૂ.૧,૯૯,૮૪,૦૪૯ નો માલ ખરીદી જેમાંથી રૂ.૩૯,૧૩,૧૨૯ નહી આપી તથા હાથ ઉછીના લીધેલા રોકડ રકમ રૂ.૭,૧૨,૪૨૨ પરત નહીં આપી એમ કુલ રૂ.૪૬,૨૫,૫૫૧ ચુકવી આપવાનો ખોટો દિલાસો આપી વેપારી સાથે છેતરપિંડી કરી હોવાની વેપારીએ મુંબઈના બે શખ્સો વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ વિજયનગર ગાયત્રી ચોક -૧મા રહેતા નીલેશભાઈ બચુભાઈ ગડારા (ઉ.વ.૪૩)એ આરોપી ગુસમહમદખાન ઉર્ફે સજ્જનખાન તથા તાહીર ગુસમહમદખાન રહે બંને ૩૯૮ બી ગુલાબશાહ એસ્ટેટ ચોથા માળે સી એસ ટી રોડ કુપ બસ સ્ટોપ પાછળ મુંબઈ વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૭-૦૬-૨૦૨૧ થી ૦૧-૦૧-૨૦૨૧ દરમ્યાન આરોપીઓએ ફરીયાદીના એરકોન માઇક્રોન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમા કુલ રૂ.૧,૯૯,૮૪,૦૪૯/- નો માલ ખરીદી જેમાથી આરોપીઓએ રૂ.૩૯,૧૩,૧૨૯/- નહી આપી તથા ફરીયાદી પાસેથી હાથ ઉછીના લિધેલ રોકડા રૂપીયા કુલ ૭,૧૨,૪૨૨/- પરત નહી આપી એમ કુલ રૂ.૪૬,૨૫,૫૫૧/- ચુકવી આપવાનો ખોટો દીલાસો આપી ફરીયાદીનો વીશ્વાસકેળવી બાકી રહેતી લેણીની રકમ રૂ. ૪૬, ૨૫,૫૫૧/- નહી ચુકવી ફરીયાદી સાથે આરોપીઓએ છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હોવાની વેપારી નીલેશભાઈએ મુંબઈ વાળા બંને આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર