માળીયા (મી): ચેકીંગ માટે રોકતા ચાલકે પી.સી.આર વાન સાથે અથડાવી કાર; ફરજમાં રૂકાવટ બદલ પોલીસે કરી યુવકની અટકાયત
માળીયા (મી); માળિયા કંડલા નેશનલ હાઇવે રોડ ઓનેસ્ટ ચેક પોસ્ટથી સુરજબારી ટોલનાકા દરમિયાન માળિયા (મી) પોલીસ ઓનેસ્ટ ચેકપોસ્ટ ઉપર પોતાની કાયદેસરની નાકાંબંધીની ફરજ ઉપર હોય અને સ્કોર્પિયો ગાડીને રોકવા સંકેત કરતા રોકલ નહીં પોલીસ ઉપર ગાડી ચડાવાની કોશીશ કરી બેરીકોડ તોડી નાશી જતા પીસીઆર વાન સાથે પીછો કરતા સુરજબારી ટોલનાકા પર કચ્છ પોલીસે નાકાબંધી કરેલ હોય જેથી કાર ચાલકે યુ ટર્ન વાળી પોલીસની પીસીઆર વાન સાથે ભટકાડી કાયદેસરની ફરજમાં રૂકાવટ બદલ કાર ચાલકની માળિયા (મી) પોલીસે અટકાયત કરી છે.
મળતી માહિતી મુજબ આરોપીએ જીતેન્દ્રદાન જુગતદાન ગઢવી (ઉ.વ.૧૯) રહે. ફતેગઢ રાજસ્થાન વાળાએ પોતાના હવાલાવાળી સ્કોર્પીયો ગાડી નં.GJ-38-B-7080 વાળી પુર ઝડપે ચલાવી માળિયા (મી) પોલીસ ઓનેસ્ટ ચેક્પોસ્ટ ઉપર પોતાની કાયદેસરની નાકાબંધીની ફરજ ઉપર હોય અને માળિયા (મી) પોલીસ એ આરોપીને સ્કોર્પીયો ગાડીને રોકવા સંકેત કરવા છતા આરોપીએ પોતાના હવાલાવાળી સ્કોર્પીયો ગાડી રોકેલ નહી અને માળિયા (મી) પોલીસ ઉપર સ્કોર્પીયો ગાડી ચડાવવાની કોશીશ કરી રોડ વચ્ચે ઉભા કરેલ બેરીકેટ તોડી નાશી જતા માળિયા (મી) પોલીસ તથા સાહેદે પી.સી.આર. વાન સાથે પીછો કરી સુરજબારી ટોલનાકા પર કચ્છ પોલીસે નાકાબંધી કરેલ હોય જેથી આરોપીસ્કોર્પીયો ચાલકે પોતાની સ્કોર્પીયો ગાડી યુ ટન વાળી માળિયા (મી) પોલીસ ની પી.સી.આર. વાન સાથે પોતાની સ્કોર્પીયો ગાડી ભટકાડવાથી પોલીસ તથા સાહેદનુ મુત્યુ નિપજે અથવા શારીરીક ઇજા થાય તેવા ઇરાદાથી પોલીસની પી.સી.આર વાન નંબર GJ-36-G-0251P-111 વાળી સાથે સ્કોર્પીયો ગાડી ભટકાડી પોલીસની કાયદેસરની ફરજમા રૂકાવટ કરવા બદલ સ્કોર્પિયો કારના ચાલકની માળિયા (મી) પોલીસે અટકાયત કરી આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯,૩૦૮,૧૮૬, તથા એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.