વેજલપર ગામે સુજલામ સુફલામ જળ અભિયાનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા મંત્રી દેવાભાઈ માલમ સાંસદ મોહન કુંડારીયા સહીતના મહાનુભાવોએ સભા સંબોધી બહોળી સંખ્યામાં લોકોની હાજરી
માળીયામિંયાણાના વેજલપર ગામે સુજલામ સુફલામ જળ અભિયાન યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં તળાવો ઊંડા ઉતારવાની કામગીરીના જિલ્લા કક્ષાના જળ અભિયાનનો પ્રારંભ કરાયો હતો વેજલપર ગામના ડુંગરી વાળા તળાવમાં પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને કેન્દ્રીય મંત્રી દેવાભાઈ માલમના હસ્તે શાસ્ત્રોકીય વિધિ મંત્રોચ્ચાર સાથે ખાતમુહુર્ત કરી પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ ત્રિકમ વડે ખાડો ખોદયો અને મંત્રી દેવાભાઈ માલમે પાવડો લઈને ધુળ કાઢી સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જેસીબી મશીન ચલાવીને મોરબી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા ઉતારવાનો વેજલપર ગામ ખાતેથી મંત્રી સાંસદોએ લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર ગ્રામ ગૃહ નિર્માણના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા કેન્દ્રીય મંત્રી દેવાભાઈ માલમ સાંસદ મોહનભાઈ કુંડારીયાના વાજતે ગાજતે સામૈયા કરી ભવ્ય સ્વાગત કરાયુ હતુ ત્યારબાદ દેવ પાર્ટી પ્લોટમાં જાહેરસભાને રાજ્ય પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાંસદ મોહનભાઈ કુંડારિયાએ સભા સંબોધી હતી જેમા પંચાયત મંત્રીએ આ જળ અભિયાન અંતર્ગત વેજલપર ગામના ડુંગળી વાળા તળાવને ૧૦ હજાર ઘનફુટ ચાર લાખના ખર્ચે ઊંડા ઉતારવાની સાથે પ્રારંભ કરીને જિલ્લામાં અનેક ગામ તળાવોને ચોમાસા પહેલા ઊંડા ઉતારી પાણીને સંગ્રહિત કરવા રાજ્ય સરકારે જળ અભિયાન હાથ ધર્યુ છે જેથી વેજલપર ગામે સોનાનો સુરજ ઉગ્યો હોય તેમ સરપંચ હરેશ કૈલાના ભારોભાર વખાણ કરી સ્થાનીક માઈનોર કેનાલોના રીપેરીંગ ટેન્ડરો પણ પાસ થઈ ગયા હોવાનુ જણાવ્યુ હતુ