Friday, September 27, 2024

માળીયાના બગસરા ગામે દરીયાકાંઠે ગેરકાયદેસર રીતે જમીનો પર કરેલ કબ્જા દુર કરવા કલેકટરને રજૂઆત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: માળિયા(મિ.) તાલુકાના ગામ બગસરામાં દરિયાકાંઠે રહેતા ગેરકાયદેસર લોકો કાયદેસર રહેણાંક કરી આવારા તત્વો તથા માથાભારે માણસો હોય ત્યાં રહે લી દરીયાની સર્વે નંબરની તથા નીલ સર્વે નંબરની જમીનોમાં ખોટીરીતે (ગેરકાયદેસર) બાંધકામ ચાલુ હોય. તેને તાત્કાલીક બંધ કરાવવા તથા ખોટી માછીમારીના બહાને ગામ લોકોને ધાક-ધમકીઓ કરતા હોય તથા ત્યાં બાંધકામ દરમ્યાન ગામ લોકો કહેતા કે મંજુરી વગરનું બાંધકામ ન કરો તો ખોટી ધમકીઓ આપે છે કે અહીંયા ગામના કોઇપણ વ્યકિતએ આવવું નહીં અને જો આવશો તો જાનથી મારી નાખીશું. એવી ધકમકીઓ આપતા હોય છે. અને હાલે તે જમીન પર હિટાચી મશીનો ઘ્વારા બાંધકામ પણ ચાલુ હોય તેને તાત્કાલિક ધોરણે તે જગ્યા ઉપરથી દુર કરવા ગામની અંદર આવીને લુખી !દાગીરી ગામના લોકો સાથે કરે છે અને આ દરીયાઇ જમીનમાં અમારા કબ્જા છે.

ગેરકયાદેસર કાચા પાળા બનાવીને કબ્જા કરીને બહારની કંપનીને તથા મોટા માણસોને વેચાતી જમીનો આપવાના ધંધા કરતા હોય તથા નીલ સર્વે નંબર તથા સર્વે નંબર ઉપર ગેરકાયદેસર મીઠુ ઉત્પાદન કરવાના હેતુ થી મીઠા સર્વે નંબર ઉપર પ્લાન ઉભા કરેલા હોય તથા મીઠી જમીનને ખારી જમીન કરવામાં આવી રહી છે અને માલધારીઓ ધાસ-ચારો નાસ પામવા જઇ રહયો છે. અને મીઠી જમીન પર ગેરકાયદેસર મીઠાના ઢગલા કરી જમીનની ખારાસ કરી નાખેલ છે. તેથી મોરબી જીલ્લા કલેકટરને અગાઉ પણ ઘણી રજુઆત કરેલ છે તો આપ યોગ્ય તપાસ કરી આવા બગસરા ગામની હદમાં દરીયા કાંઠે સર્વે કરી જમીન પર તથા ત્યાં મીઠા ઉત્પાદનો ઘ્વારા ગેરકાયદેસરનો બોરો અનેક કરેલા છે. તો આવી બગસરાની હદમાં આવતી તમામ જમીન પર સર્વે કરી તથા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગામ વતી બગસરા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને રજુઆત અને ભલામણ કરવામાં આવી છે. તેમજ આવી રીતે જમીનોમાં ગેરકાયદેસર પાળા મીઠા ઉત્પાદન બનાવવા માટે ચાલુ રહેશે તો અમારા ગામના દસ એકરના અનેક અરજદારો હોય તો તેમને પણ આવીરીતે બાંધકામ કરવાની રજા (પરમીશન) આપવામાં આવે અન્યથા આ પ્રશ્નનો યોગ્ય નીકલા નહીં આવે તો આવનારા દીવસોમાં હાઇકોર્ટમાં જાહેર હીતની અરજ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર