માળિયા પોલીસ જવાનનું રણમાં કાર પલટી જતા મોત થતા તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી
પ્રાપ્ત વિગતો મુજબ મુજબ ગઈકાલે કચ્છના નાના રણમાં આવેલ સુરેલ શક્તિ માતાજીના મંદિરે દર્શન કરી પરત આવી રહેલા હળવદ તાલુકાના માનગઢ ગામે રહેતા અને માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા સગરામભાઇ કુકાભાઈ ગોલતર(ભરવાડ)તેમજ તેમના પરિવારના ભીમાભાઇ બાલુભાઈ ગોલતર, બલવાભાઈ માત્રાભાઈ ગોલતર અને વજાભાઈ સુંડાભાઈ ગોલતર માનગઢથી જી.જે ૧૩-એએમ-૬૭૭૩ નંબરની અલ્ટો કાર લઈ રણના સામા કાંઠે આવેલ સુરેલ શક્તિમાંના દર્શન કરવા ગયા હતા.દરમિયાન શક્તિમાંના દર્શન કર્યા બાદ કચ્છના નાના રણમાં આવેલ વાછડા દાદાના મંદિરે દર્શન કરી ટીકર(રણ) તરફ આવી રહ્યા હતા તે દરમિયાન રણમાં કાર પલટી મારી જતા કારમાં સવાર ચારેયને ઇજા પહોંચતા સારવાર માટે હળવદ ખસેડવામાં આવ્યા હતા પરંતુ પોલીસ જવાન સગરામભાઇને ગંભીર ઇજા પહોંચી હોવાથી તેને સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હોય જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી મળી હતી
સગરામભાઈને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને તેમની અંતિમયાત્રામાં એ.એસ.પી
અતુલકુમાર બંસલ,હળવદ પી.આઈ કે.જે.માથુકીયા,પીએસઆઈ રાજેન્દ્રદાન ટાપરીયા, માળીયા પીએસઆઈ બી.ડી.જાડેજા સહિતના પોલીસ જવાનો હાજર રહ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
