Sunday, January 19, 2025

માળિયા નેશનલ હાઈવે પરથી દારૂ-બિયર ભરેલ કાર સાથે એકની ધરપકડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળિયા મિયાણા  નેશનલ હાઈવે પરથી ઈનોવા કાર પસાર થતી હતી તેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે હાલમાં કાર સહિત ૪.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલ ચેક પોસ્ટ નજીકથી ઈનોવા કાર નંબર જીજે ૨૧ એમ ૬૬૮૬ જતી હતી તેને રોકીને પોલીસે કારને ચેક કરી હતી ત્યારે કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલ અને ૬૭૨ બીયર મળી આવ્યા હતા જેથી પોલીસે કાર, મોબાઈલ અને દારૂ બીયર સહિત ૪,૪૭,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને મયુરસિંહ ભરતસિંહ રાઠોડ રહે. સુખપર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને અન્ય આરોપી રવિ પટેલનું નામ સામે આવતા પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર