મોરબી : માળિયા તાલુકાના હરિપર ગામ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં લકઝરી બસ અને એક છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાતા બે મહિલાના મોત થયા છે.જ્યારે અંદાજીત ૮ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ જેતપુરના પીઠડીયાનો પરિવાર છોટાહાથીમાં કચ્છના કબરાઉ જતો હતો. ત્યારે માળિયા તાલુકાના હરિપર ગામ પાસે સૂરજબારી રોડ ઉપર આજે સવારે રોંગ સાઈડમાં જતા છોટાહાથી અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં છોટાહાથીમાં સવાર ૨ મહીલાના મોત થયા હતા. જેમાં ચંદાબેન વિપુલભાઈ ઉ.વ.૩૦ અને શારદાબેન છગનભાઇ ગોંડલીયા ઉ.વ.૭૦ રહે. બન્ને પીઠડીયા તા.જેતપુરવાળાના મોત થયા હતા જ્યારે અંદાજીત અન્ય ૮ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત અંગે જાણ થતાં જ ૪ જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તમામ ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
