Saturday, November 9, 2024

માર્ચ એન્ડિંગના મીની વેકેશન બાદ હળવદ માર્કેટીંગ યાર્ડ સત્તર હઝાર મણ વરીયારી ની તોતિંગ આવક

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

( ઝાલાવાડ માં બે દિવસ માં સત્તર હઝાર મણ વરીયાળી, અને બાર હઝાર મણ જીરૂની આવક બે દિવસ માં નોંધાઈ)

ઝાલાવાડ ના સૌથી મોટા ગણાતા હળવદ માર્કેટિંગ યાર્ડ માં માર્ચ એન્ડિંગ ને કારણે છ દિવસ ની યાર્ડ માં રજા જાહેર કરી હતી ત્યારે સોમવાર થી ફરી યાર્ડ ધમધમતું થઈ જતા પાછલા બે દિવસ માં વરીયારી ની હાઈએસ્ટ સત્તર હઝાર મણ ની અને જીરા ની બાર હઝાર મણ ની આવક નોંધાઇ હતી ખાસ કરી ને ચાલુ સિઝન દરમિયાન વરીયારી ના બઝાર ભાવ સારા મળતા હોવાને કારણે તાલુકા માં વરીયારી નું વાવેતર પ્રમાણ માં વધારે થતા હાલ માં યાર્ડ વરીયારી ની આવક થી ધમધમી રહ્યું છે.


ઝાલાવાડમાં મુખ્ય કપાસ, જીરુ, વરીયાળ, મગફળી જેવા પાકનું ઉત્પાદન વધુ થાય છે જેમાં સૌથી વધુ જીરૂ, ધાણા અને વરીયારી ની સીઝન શરુ થતા હવે માકેઁટીંગ યાડઁમા તૈયાર પાક આવી રહયા છે ખાસ તો પાછલા વર્ષ કરતા ચાલુ વર્ષે વરીયારી નું વાવેતર વધુ થયું હોય હાલ વરીયારી ની આવક યાર્ડ માં ભરપૂર આવી રહી છે ઉપરાંત વરીયારી ના બઝાર ભાવ ૧૭૦૦ થી ૨૧૦૦ પ્રતિ વીસ કિલો ના હોવાથી ખેડૂતો પણ ખુશ હોવાનું જાણવા મળ્યું છે
બીજું કે ભારત પ્રાચીન સમયથી મસાલાની ભૂમિ માટે જાણીતું છે. મુખ્ય બીજ મસાલા પાકોમાં જીરું, ધાણા, મેથી, વરીયાળી વગેરે મુખ્ય છે. તેમાંથી વરીયાળી એ ભારતનો મહત્વનો મસાલા પાક છે. રવી અને ખરીફ બંને સિઝનમાં તેની સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે,

મેટરબોક્સ. યાર્ડ માં અન્ય જણસ ની આવક..
યાર્ડ ના સેક્રેટરી મહેશભાઈ પટેલે જણાવેલ કે હળવદ યાર્ડ માં વિવિધ ખેતીપાકો ની વિવિધ જણસો ની બે દિવસ ની આવક માં વરીયારી-૧૭ હઝાર મણ, જીરૂ-૧૨ હઝાર મણ, રાય-૩૫૦૦ મણ, મેથી-૮હઝાર મણ ચણા-૬૫૦૦ મણ અને ધાણા-૧૨૫૦૦ મણ ની આવક નોંધાઇ છે.

રિપોર્ટ – રવી પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર