Friday, September 27, 2024

મારામારી દેશીદારૂ ગુન્હાઓમા અવાર નવાર પકડાતા બે ઇસમોને હદપાર કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મારામારી દેશીદારૂ ગુન્હાઓમા અવાર નવાર પકડાતા બે ઇસમોને હદપાર કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાંઓની સુચના તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, મોરબીનાંઓના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર મારામારી તેમજ દેશીદારૂ જેવા ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ ઇમરાનભાઇ મામદભાઇ પલેજા રહે. કાલીકા પ્લોટ,બાવા અહેમદશા મસ્જીદની બાજુમા,મોરબી, અલીભાઇ દાઉદભાઇ પલેજા રહે. કાલીકા પ્લોટ, બાવા અહેમદશા મસ્જીદની બાજુમા, મોરબી વાળાઓ વિરુધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા હદપારીની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે સબ.ડીવી.મેજીસ્ટ્રેટ પ્રાંત કચેરી મોરબીનાઓએ હદપારી મંજુર કરી સામાવાળા બંને ઇસમોને મોરબી જીલ્લા,રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ જીલ્લાઓમાથી હદપાર કરેલ હોય જેથી બંને ઇસમોને હદપારીની બજવણી કરી આ તમામ જીલ્લાઓ બહાર મોકલી આપવા તજવિજ કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર