માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ ગુજારતા નરાધમો
મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી કે જે માનસિક અસ્થિર છે તેણીની માતા સહિતના પરિવારજનોને મારી નાંખવાની ધમકી આપીને અવાર-નવાર પિતા-પુત્ર દ્વારા દૂષ્કર્મ આચર્યું હતું આ બાબતની જાણ થતા માતાએ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે
તેમજ સગીરાની માતા અને પરિવારના અન્ય સભ્યને જાનથી મારી નાંખવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચર્યુ હોવાની જાણ થતાં હાલમાં ભોગ બનેલી સગીરાની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે મોરબી નજીકના સિરામિક યુનિટમાં મજુરી કામ કરી ત્યાં લેબર કવાટરમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના કાબરણ ગામના રહેવાસી સાવકા બાપ એવા કમલેશ કરશન વાઘેલા અને તેના પુત્ર સુનિલ કમલેશ વાઘેલા નામના પિતા-પુત્ર વિરુદ્ધ ફરીયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસે બળાત્કાર, પોકસો સહિતની કલમો હેઠળ પિતા-પુત્ર સામે ગુનો નોંધ્યો છે.