Wednesday, December 4, 2024

મગફળીમાં છાંટવાની દવા પીને યુવાને એ આત્મહત્યા કરી ને મોતને વ્હાલું કર્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના દેવીપુર ગામે ખેતરમાં મગફળીમાં છાંટવાની દવા પી જવાથી યુવાનને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને અમદાવાદ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને હાલમાં આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી ને વધુ તપાસ હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ તાલુકાના દેવીપુર ગામે ખેતીમાં મજૂરીકામ કરતા વિકાસભાઇ હસનભાઈ આદિવાસી (ઉંમર 30)એ મગફળીના ખેતરમાં છાંટવાની દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થવાથી સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત નહીં નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અમદાવાદ સીવિલ હોસપીટલ મારફતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં આપઘાતના આ બનાવની નોંધ કરી ને વધુ તપાસ હાથ ધરી હતી

રવી પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર