વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પોતાના ભાષણોમાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવાની વાતો કરતા હોય છે પણ ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે આજ દિન સુધી કોઈ નકર પોલિસી બની હોય તેવું સામે આવ્યું નથી ત્યારે ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટેનાં ઉમદા હેતુ સાથે મોરબી તાલુકામાં ભષ્ટ્રાચાર નાબૂદી એસોસિએશનની રચના કરવામાં આવી છે અને તેનો પ્રારંભ તારીખ 7 એપ્રિલ ને ગુરુવારના રોજ સવારે 9 કલાકે મોરબીના શનાળા રોડ પર આવેલા નવા બસ સ્ટેન્ડ સામે આશાપુરા ટાવર ખાતે કરવામાં આવી રહ્યો છે


આ કાર્યક્રમમાં પધારવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના માજી મેનેજર, મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના માજી પ્રમુખ અને રાજપર ગ્રામ પંચાયતના માજી સરપંચ એવા કરમશીબાપાએ આમંત્રણ પાઠવ્યું છે. સાથે જ આ એસોસિએશનના સભ્ય બનવા પણ વિનંતી કરી છે.
મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસોસિએશન આગામી દિવસોમાં વડાપ્રધાનને પત્ર લખીને દેશના વિવિધ વિભાગોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને ડામવા માટે અને જનતાને જાગૃત કરવા માટેનો રજૂઆત કરતો પત્ર પણ લખશે.
