શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભીમનાથ મહાદેવના સાનિધ્યમા ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડયો હતો
આજે મહાશિવરાત્રિના પાવન પર્વે શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. શિવ મંદિરોમાં સવારથી જ શિવભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. કોરોનામાં રાહત મળતા જ મોટી સખ્યામાં શિવભક્તોએ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા પણ અનુભવી છે. આજના દિવસે મોટાભાગે લોકો ઉપવાસ રાખે છે અને આજના દિવસે લોકો શિવ ઉપાસના પણ કરે છે. એવી પણ માન્યતા છે કે, મહાદેવને સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય, તે માત્ર મહાશિવરાત્રિએ શિવપૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. આજના દિવસે શિવજીને અતિપ્રિય એવી ભાંગના પ્રસાદનું પણ અનેરૂ મહત્વ રહેલું છે .