બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ધામ ખાતે શિવ મહિમન સ્ત્રોતના પાઠ નું આયોજન કરવામાં આવશે
મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શિવ મહિમ્ન પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.તથા શિવ મહિમ્ન પાઠનો લાભ લેનાર ભક્તો માટે પ્રસાદનું આયોજન પણ કરાયું છે.
મોરબીના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આવતીકાલે તા.1ને શુક્રવારના રોજ સાંજે 5 કલાકે પરશુરામ ધામ,નવલખી રોડ,મોરબી ખાતે શિવ મહિમ્ન પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રસાદ સાંજે 7:30 કલાકે રાખવામાં આવ્યો છે.મોરબી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કૌશિકભાઈ વ્યાસ અને મહામંત્રી હરીશભાઈ પંડ્યાએ સમસ્ત સમાજને આમત્રંણ પાઠવ્યું છે.