આવતીકાલથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થશે. રાજ્યભરના બોર્ડના વિદ્યાર્થીઓની આવતીકાલે ખરી કસોટી છે મોરબી જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની કુલ 20,570 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
જેમાં સવારે ધોરણ 10 અને બપોર બાદ ધોરણ 12ની સાયન્સ કોમર્સ અને આર્ટસની પરિક્ષા યોજાશે આંકડા પર નજર કરીએ તો મોરબી જિલ્લામાં આ વર્ષે 20,570 છાત્રો નોંધાયા છે જેમાં ધોરણ 10ના 12,844 છાત્રો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1499 ધોરણ 12 સામાન્ય પ્રવાહના 6227 છાત્રો નોંધાયા છે. આ વિધાર્થીઓને બેઠક વ્યવસ્થા માટે પરીક્ષા કેન્દ્ર પર પેપર પહોચાડવા, તેમજ રિસીવ કરવા પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે જરૂરી લોકલ સ્કોવડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.મોરબી જિલ્લામાં 75 બિલ્ડીંગ ફાળવામાં આવ્યા છે જેના 787 બ્લોકમાં વિધાર્થીની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ મુજબ જોઈએ તો ધોરણ 10માં 47 બિલ્ડીંગમાં 468 બ્લોક,ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 20 બિલ્ડીંગમાં 219 બ્લોક,ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 8 બિલ્ડીંગ 100 બ્લોક ફળવામાં આવ્યા છે આ તમામ સ્થળ પર બેઠક વ્યવસ્થા અંગેની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે
બોર્ડની પરીક્ષા માટેના નિયમો
-
વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રથમ દિવસે 30 મિનિટ વહેલા પરીક્ષા સ્થળમાં પ્રવેશ અપાશે, ત્યારબાદ 20 મિનિટ અગાઉ પ્રવેશ મળશે
-
બોર્ડની પરીક્ષા હોવાને કારણે પરીક્ષા સ્થળોની આજુબાજુ કલમ 144 લાગુ રહેશે
-
પરીક્ષાના સમયમાં પરિક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ રહેશે
-
વર્ગખંડ બહાર પીવાના પાણીની વ્યવસ્થા રહેશે, પાણીની પારદર્શક બોટલ સાથે રાખી શકાશે, બુટ, ચપ્પલ અને મોજા બ્લોક બહાર રાખવા પડશે
-
પરીક્ષા સ્થળો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે
-
પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે
-
પરીક્ષા કાર્ય સાથે સંકળાયેલા તમામને ઓળખપત્રો અપાશે
-
પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ પ્રતિબંધિત રહેશે
-
રવિવારે વિદ્યાર્થીઓ વર્ગખંડના દરવાજાથી પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે
-
પરીક્ષા સ્થળોમાં સેનેટાઇઝેશન, હેન્ડવોશ તેમજ માસ્ક ફરજિયાત રહેશે