મોરબી: મોરબીનાં લીલાછમ્મ અને લોર્ડ્સ ટાઈપ મુરલીધર ક્રિકેટ મેદાનમાં ગર્લ્સ ટ્રાયગલ ક્રિકેટ સિરીઝનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મધુપુર માસ્ટર્સ, રામપર રોયલ્સ અને સોખડા સ્માર્ટર ટિમ વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. જેમાં રામપર રોયલ્સ અને સોખડા સ્માર્ટર બાદ ફાઇનલ મેચ રામપર રોયલ્સ અને સોખડા સ્માર્ટર વચ્ચે રમાયો હતો. દિલધડક ફાઈનલ્સ મુકાબલામાં રામપર રોયલ્સ વિનર થઇ હતી. બાળકોને રામપર શાળા તરફથી અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. મધુપૂર શાળા તેમજ દ્વારકેશ હોટેલ તરફથી આકર્ષક ઈનામી ટ્રોફીના દાતા બન્યા હતા.
સોખડા સ્કૂલ તેમજ પરંપરા હોટેલ તરફથી બાળાઓને સુંદર હેડકેપ આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોંનગ્રા અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય આવી શક્યા નહોતા પણ એમના તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય સુખાભાઈ ડાંગર, વર્તમાન તાલુકા પંચાયતના સદસ્ય જયેશભાઇ રાઠોડ, સુરેશભાઈ ડાંગર, તા.શિ સંઘ મહામંત્રી કાનજીભાઈ રાઠોડ, માળીયા મહાસંઘના અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ, મોરબી જિલ્લા આરોગ્ય સંઘના પ્રમુખ પ્રિન્ગલભાઈ ડાંગર, પ્રભાતભાઈ બોરીચા,દિનેશભાઈ કાનગડ, કિશોરભાઈ બાલાસરા, રાજેશભાઈ રાઠોડ,રાજેશભાઈ બાલાસરા,પ્રકાશભાઈ બોરીચા, પ્રફુલભાઈ ડાંગર, સુનિલભાઈ બરાસરા, દિવ્યેશભાઈ અઘારા વગેરે બાળાઓના આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ શુભેછા પાઠવી હતી.તેવું સોખડા શાળાના શિક્ષક અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસઘના સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
નાની સિંચાઈ યોજના કૌભાંડ ના શંકાસ્પદ આરોપી બનશે મોરબી જિલ્લાના પ્રમુખ?
હાલ માં ગુજરાત માં જિલ્લા ભાજપ પ્રમુખ માટે મુરતિયાઓ ના બાયોડેટા માંગવાની તૈયારી ચાલી રહી છે જેમાં સૌ કોઈ પોતાના રાજકીય આકાની આડ મા ચોકઠાં ગોઠવી રહ્યા છે, ભાજપ પાર્ટી ના માપદંડ હાથીના દાંત જેવા છે ચાવવા અને દેખાડવા...
મોરબી: શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી તથા શ્રી કે.કે. શેઠ ફિઝીયોથેરાપી કોલેજ - રાજકોટ અને પીપલ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના (PTRC) સહયોગથી સિલિકોસિસ દર્દીઓ માટે વિશેષ ફિઝીયોથેરાપી પુનર્વસન કેમ્પનું આયોજન શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી કેમ્પસમાં તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ 40 દર્દીઓના...