પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને હવે ધીમે ધીમે સફળતા મળી રહી છે.
અન્ય અન્ય સમાજના લોકો પણ તેમાં જોડાઈ રહ્યા છે. આ પહેલને વધુ આવકાર મળે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ પોતાનું યોગદાન આપી સર્વ સમાજ માટે અનોખી પહેલ કરી હતી અને દરેક સમાજના લોકો ઘડિયા લગ્નમાં જોડાય તે માટે પોતાના ઉમા ટાઉનશીપ ખાતે અઆવેલા તેમના બંગલા બહાર પ્લોટમાં મંડપ લગાવી રાખ્યો છે તેમજ વર અને કન્યા બન્નેને પક્ષના મહેમાનોને લગ્ન સમયના જમણવારનો ખર્ચ પણ તેમણે ઉઠાવવાનું બીડું ઝડપ્યું છે ત્યારે અલગ અલગ સમાજના આ લગ્નમાં જોડાય છે.ત્યારે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આ આયોજનમાં બ્રહ્મ સમાજના ઘડિયાં લગ્ન યોજાયા હતા જેમ મોરબી ના પુર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નામો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા
ફરી એકવાર જરૂરતમંદ વિદ્યાર્થીનીની ફી ભરી આપી કન્યા કેળવણીના હેતુને સાર્થક કરી બતાવ્યો.
અનેક સામાજીક અને સેવાભાવી કાર્યો કરતી મોરબીની સંસ્થા મુસ્કાન વેલ્ફેર સોસાયટીના ધ્યાનમાં આવ્યુ કે ફેક્ટરીમાં નોકરી કરતા પિતાની પુત્રીને ફી માટે આર્થિક મદદની જરૂરત છે.
તાત્કાલિક સંસ્થાની મહિલા સદસ્યોએ મળી પોતેજ પોતાના આર્થિક સહયોગ આપી રકમ એકઠી કરી...