ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વનવગડામાં આવેલા ખ્યાતનામ સ્વયંભૂ અરણેશ્વર મહાદેવ મંદિરે ગતરાત્રીના લુંટારૂઓ ત્રાટક્યા હતા અને આ વેળાએ પૂજારી જાગી જતા લાઉડ સ્પીકરથી ચોર-ચોરની બૂમો પડતા લુંટારૂઓએ કોશ વડે પૂજારી ઉપર હુમલો કરી મંદિરની દાનપેટી લઈ અંધારામાં ઓગળી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રીના સમયે ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વનવગડામાં આવેલા ખ્યાતનામ સ્વયંભૂ અરણેશ્ર્વર મહાદેવ મંદિરે ગતરાત્રીના એકાદ વાગ્યે પાંચથી છ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા પરંતુ મંદિરમાં કોઈ કિંમતી ચીજવસ્તુ કે આભૂષણો હાથ ન લાગતા તસ્કરોએ કોશ વડે દરવાજો તોડવાનું શરૂ કરતા મંદિરના પૂજારી કિશોર મહારાજ જાગી ગયા હતા.
બીજી તરફ લૂંટારુઓને પામી ગયેલા કિશોર મહારાજે લાઉડ સ્પીકરમાં ચોર ચોરની બૂમો પાડવાનું શરૂ કરતા તસ્કર કમ લૂંટારૂઓએ કોશ વડે પૂજારી ઉપર હુમલો કરતા ગ્રામજનોએ તેઓને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યા દશેક ટાકા આવ્યા નુ જાણવા મળ્યું છે. દરમિયાન પૂજારી ઉપર હુમલો કર્યા બાદ લૂંટારૂઓ મંદિરની દાનપેટી લઈ ફરાર થઈ ગયા હતા.બનાવને પગલે ટંકારા પોલીસ ધટના સ્થળે પહોંચી છે અને પગેરૂ મેળવવા કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત તાલુકામા સારી એવી લોકચાહના ધરાવતા કિશોર મહારાજના ખબર અંતર પૂછવા ભક્તો પણ ઉમટી પડ્યા હોવાનું જાણવા મળે છે.
મોરબીમાં દરરોજ કંઈક ને કંઈક નોખું અનોખું કાર્ય થતું જ રહેતું હોય છે, એમાંય શાળાઓમાં પણ સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી રહેતી હોય છે, એ અન્વયે મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મકરસંક્રાંતિના દિવસે લોકોએ એકબીજાની કાપેલી પતંગના દોરા રસ્તામાં જ્યાં ત્યાં...
મોરબી : પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ સ્થિત 144 વર્ષ બાદ 2025 મા મહાકુંભનુ આયોજન કરવામાં આવ્યું છે તેમાં પ્રયાગરાજ જવા માટે યાત્રાનું વિવિધ રાજ્ય યાતા યાત પરિવહન ફ્લાઇટનુ ભાડુ ૩૫ હજાર જેટલું વસુલ કરવામાં આવે છે જે યોગ્ય કરવા આંતરરાષ્ટ્રીય સચિવ કેસરિયા હીન્દુ વાહિની દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરી છે
મોરબી...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર - મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબી ના કોંગ્રેસ અગ્રણી ચિરાગભાઈ મહેશભાઈ રાચ્છ દ્વારા જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી.
આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા,...