મોટી સંખ્યામાં જીલ્લાભરમાં થી આમ આદમી પાર્ટીનાં હોદ્દેદારો અને કાર્યકરો વિજય તિરંગા યાત્રામાં જોડાયા હતા.
મોરબી : અહીં આમ આદમી પાર્ટી દ્વારા વિજય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જે શહેરના મુખ્ય માર્ગો પર ભારતના તિરંગા અને ડી.જે.ના તાલ સાથે યોજાઈ હતી.પંજાબમાં આમ આદમી પાર્ટી ની ભવ્ય જીત બાદ મોરબી ખાતે ખાતે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી.
જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ યાદવ ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રવિણભાઈ રામ પાર્ટીના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા.આ તકે ગુજરાતમાં પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતીથી જિતાડવા કર્યું હતું મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા
આ તકે દિલ્હીના ધારાસભ્યશ્રી નરેશ યાદવ એ જણાવ્યું કે ગુજરાતમાં આપ આવશે તો દિલ્હીની જેમ લોકોના ટેક્સના પૈસા તેમને સ્વાસ્થ્ય શિક્ષા સુવિધા રૂપે પરત આપીશું આ યાત્રા શહેરના ઉમિયા સર્કલ થી શરૂ થઈ મુખ્ય માર્ગો પર ફરી હતી.
