Sunday, September 22, 2024

નીલકંઠ કોમર્સ ગ્રુપ દ્વારા ધોરણ ૧૧ કોમર્સના વિદ્યાર્થીઓ માટે કંપની ટૂરનું આયોજન કરવામાં આવ્યું.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શિક્ષણ જગત માં હર હંમેશ નવું આપનાર નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડ કંપની ની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું.

વૈશ્વિક જરુરિયાત મુજબ નાના શહેર માંથી આવતા વિદ્યાર્થીઓને મેટ્રો શહેર થી પણ ચડિયાતું શિક્ષણ આપી ઘડતર કરવું એ જ અમારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પુસ્તકના નોલેજની સાથે સાથે ધો. 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળે, ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી સારા બિઝનેસમેન બની શકે અને ભવિષ્યમાં સારી પ્રગતિ કરી શકે એ હેતુસર આપણી નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડ ની બીઝનેસ વિઝિટ કરાવવામાં આવી

કંપની વિઝીટ થકી વિદ્યાર્થીઓ ને કંપની ની સ્થાપના, કાર્યપદ્ધતિ, સક્સેસ સ્ટોરી, મેનેજમેન્ટ, ઉત્પાદન, માર્કેટિંગ વગેરે આયામો થી માહિતગાર કરવામાં આવે છે, જેથી તેમના વિચારો ને નવી દિશા મળે અને પોતાના સપના ઓ સાકાર કરવામાં મદદરૂપ થાય.

એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડ એક નમકીન માં અગ્રેસર કંપની છે. જે અનેક પ્રકાર ના નમકીન બનાવવા માટે વિખ્યાત છે. તે પોતાની પ્રોડક્ટ ની સાથે સાથે વિશ્વ વિખ્યાત હલદિરામ અને પેપ્સી કંપની ની પ્રોડક્ટ પણ બનાવે છે. જે એક ગર્વ લેવા જેવી બાબત ગણી શકાય.

એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને સેલ્સ, ખરીદી, ફાઈનાન્સિયલ, પ્રોડક્શન વગેરે ડિપાર્ટમેન્ટની કાર્ય પધ્ધતિ થી માહિતગાર કરાવવામાં આવ્યા અને ભવિષ્યમાં સફળ બિઝનેસમેન કઈ રીતે બનવું તેના વિશે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી.

એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડ અને હલદીરામ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લમિટેડ નું જોઇન્ટ વેન્ચર છે. તેથી જોઇન્ટ વેન્ચર એટલે શું તેના વિશે વિધાર્થીઓ ને માહિતગાર કરવામાં આવ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર