Saturday, September 21, 2024

નારણકા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની બદલી થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના નારણકા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ૨૦૧૮/૨૦૨૨ સુધી ફરજ બજાવી ચુકેલ દિવ્યરાજસિંહ જાડેજાની ખાખરાળા ગામે બદલી થતાં વિદાય સન્માન સમારોહનું નારણકા ગામે આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નવનિયુક્ત તલાટી કમ મંત્રીનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં નારણકા ગામે જુના પાદર ખાતે નારણકા ગ્રામ પંચાયત કમિટી દ્વારા દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ જાડેજાનું શાલ તથા શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ખાખરાળાથી નારણકા ગામે મુકાયેલ નવનિયુક્ત તલાટી કમ મંત્રી જયદિપભાઈ જોગલનું પણ શાલ ઓઢાડી નારણકા ગ્રામ પંચાયત કમિટીએ સન્માન કર્યું હતું. આ તકે ગામમાં ૨૦૧૮ થી ૨૦૨૨ સુધીમાં તલાટી કમ મંત્રી તરીકે દિવ્યરાજસિંહ જાડેજાએ નારણકા ગામમાં 100% ભૂગર્ભ ગટર, સી.સી.રોડ, સમગ્ર ગામમાં પીવાની લાઇનની સુવિધા, ૨૪ કલાક વીજળીની સુવિધા, પ્રાથમિક શાળામાં ગ્રાઉન્ડમાં આર.સી.સી તથા છત રિપેરિંગ, સ્મશાન જવાના રસ્તાઓમાં સી.સી.રોડ, અનુ.જાતિ સમાજના સ્મશાન જવાના રસ્તે કોઝ વે, કોરોના મહામારી સમયે સેનિટાઈઝેશન કામગીરી તથા માસ્ક, સેનિટાઇઝર વિતરણ, ગ્રામ પંચાયતમાં ઇ ગ્રામ સુવિધા, આવકના દાખલા, 7-12, 8અ વગેરે તથા સરકારશ્રની મળતી યોજના વિશે માહિતી આપી લાભો અપાવવાના યથાત પ્રત્યન કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ નારણકા ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી તલાટી કમ મંત્રી દિવ્યરાજસિંહ જાડેજાને વિદાયમાન અપાયું હતું

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર