મોરબી: નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ હંમેશા શિક્ષણની સાથે સાથે બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન થાય એ માટે બાળકો દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ થતી જ રહે છે જ્યારે દિવાળી નજીક આવી રહી છે ત્યારે નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલના બાળકોમાં નાનપણથી જ એક સેવાભાવ ઉત્પન્ન થાય ઉપરાંત સમાજમાં જરૂરિયાતમંદ બાળકોને આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકી એ ભાવના કેળવવા માટે દિવાળીની ઉજવણી જરૂરિયાત મંદ બાળકો સાથે મુલાકાત કરાવી અને તેમના હાથે જ નાના બાળકોને મીઠાઈ, કપડા તથા રમકડાની ભેટ આપીને એમની સાથે ઉજવણી કરી હતી.
આ ઉપરાંત બાળકોમાં નાનપણથી જ એક કૃતજ્ઞનતાની ભાવના પણ ઉત્પન્ન થાય તે માટે નાના ભૂલકાઓ દ્વારા કપડાં,નાસ્તો તેમજ બાળકોને ઉપયોગી ઘણીબધી વસ્તુઓ પોતાના ઘરેથી લઇ આવીને જરૂરિયાત મંદ બાળકોના ચહેરાઓ સ્મિતથી ઝળહળી ઉઠ્યા હતા.
નાના બાળકોના આ મોટા કામ થી વાલીઓમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ બાળકોને સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ પ્રિન્સિપાલ ડૉ. મંજુ મેડમએ ખુબ બિરદાવ્યા હતા.
મોરબી શહેરમાં દારૂબંધી ખાલી નામની જોવા મળી રહી છે ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં -૦૨ માં મોમાઈ પ્લાસ્ટિક કારખાનામાંથી વિદેશી દારૂની ૧૨ બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના લાતી...
માળીયા હળવદ હાઈવે રોડ ઉપર નવા ધનાળા ગામના પાટીયા નજીક અમ્રુત સીડસ ઇન્ડસ્ટ્રીઝની સામે રોડ પર ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ કચ્છના ગાંધીધામમાં ઇન્દિરાનગર ઝુપડ પટ્ટી વિસ્તારમાં રહેતા વિશાલભાઈ...
મોરબી સેસન્સ કોર્ટ દ્વારા એક શખ્સને હળવદ તાલુકા પંથકમાં હદ પ્રવેશ કરવાની મનાઈ ફરમાવી હોય તે ઈસમ હળવદના મહાદેવનગર થી રણજીતગઢ જતા રસ્તે પોતાની વાડી પાસેથી આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં કણબીપરા રામજી મંદિર આગળની શેરીમાં રહેતા પંકજભાઈ ચમનભાઈ ગોઠી...