Wednesday, September 25, 2024

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર : મોરબી જીલ્લાનું 89.20 ટકા પરિણામ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : આજે શનિવારે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2022 માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર રાજ્યનું 86.91 ટકા પરિણામ આવ્યું છે અને મોરબી જીલ્લાનું 89.20 ટકા પરિણામ આવ્યું છે જેમાં સમગ્ર જીલ્લામાં હળવદ કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે જયારે સૌથી ઓછું મોરબી કેન્દ્રનું પરિણામ આવ્યું છે.

માર્ચ 2022 માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે જેમાં મોરબી જીલ્લાનું 89.20 ટકા પરિણામ જાહેર થયું છે. કેન્દ્ર વાઈઝ મોરબી જીલ્લાનું પરિણામ જોઈએ તો, પ્રથમ ક્રમે હળવદ કેન્દ્રનું 94.26 ટકા પરિણામ, બીજા ક્રમે વાંકાનેર કેન્દ્રનું 88.53 ટકા પરિણામ, ત્રીજા ક્રમે ટંકારા કેન્દ્રનું 88.49 ટકા પરિણામ અને છેલ્લા ચોથા ક્રમે મોરબી કેન્દ્રનું 87.21 ટકા પરિણામ જાહેર થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા મોરબી જીલ્લામાંથી કુલ 5379 વિદ્યાર્થીઓએ આપી હતી જેમાંથી 4914 વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમજ મોરબી જીલ્લાનું ગ્રેડ વાઈઝ પરિણામ જોઈએ તો, મોરબી જીલ્લામાં A1 ગ્રેડમાં 48, A2 ગ્રેડમાં 552, B1 ગ્રેડમાં 1145, B2 ગ્રેડમાં 1430, C1 ગ્રેડમાં 1180, C2 ગ્રેડમાં 410 અને D ગ્રેડમાં 33 વિદ્યાર્થીઓ આવ્યા હોવાનું મોરબી જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર