ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ નામ લીધા વગર પૂર્વ ધારાસભ્ય બ્રીજેશ મેરજાને લીધા આડે હાથ: મોરબીની ડીઝાઈન વિશે શું કહ્યું વાંચો
મોરબી: ગાંધીનગર ખાતે ધારાસભ્ય પદનાં સપથ લીધાં બાદ મોરબી માળિયાનાં ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ મિડિયાનેં સંબોધન કર્યું હતું અને નામ લીધા વગર પૂર્વ ધારાસભ્ય બ્રીજેશ મેરજા પર નિશાન સાધ્યું હતું અને છેલ્લા બે વર્ષથી મોરબી સ્થિતિ ખરાબ હોવાનો ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ આરોપ લગાવ્યો છે સાથે તેમને દાવો કર્યો છે કે પોતે ચુટાયા બાદ મોરબીની સ્થિતિમાં ૬૦% સુધીનો સુધારો થયો હોવાનો દાવો કર્યો છે.
મોરબી: ગાંધીનગર ખાતે ધારાસભ્ય પદનાં સપથ લીધાં બાદ મોરબી માળિયાનાં ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા એ મિડિયાનેં સંબોધન કર્યું હતું અને નામ લીધા વગર પૂર્વ ધારાસભ્ય બ્રીજેશ મેરજા પર નિશાન સાધ્યું હતું અને તેમને આડા હાથે લેતા તેમના પર કેટલાક આરોપો લગાવ્યા હતા. જેમ કે કાંતિભાઈ અમૃતીયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી મોરબીની સ્થિતિ ખરાબ છે જ્યારે છેલ્લા બે વર્ષથી મોરબીના ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજા હતા. તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય તરીકે કાંતિભાઇ અમૃતિયા ચુંટાયા પછી મોરબીની સ્થિતિમાં ૬૦% સુધારો થયો છે તેવો તેમને દાવો કર્યો હતો. કાંતિભાઈએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં બે લગામ થયેલ બાબુરાજમા હવે કાબુ આવી ગયો છે. કાંતિભાઈ અમૃતીયાએ જણાવ્યું હતું કે અત્યારે મોરબીમાં કોઈ ખરાબ સ્થિતિ છે નહી અને અધિકારીઓને કડક હાથે સુચના કરી કાર્ય કરવાનું કહી દેવામાં આવ્યું છે જે કરી રહ્યા છે અને સમગ્ર વાતાવરણમાં મોરબીની ડીઝાઈન બદલાઈ ગઈ છે અને મોરબી જીલ્લો ક્લીન રેહશે તેવી તેમના દ્વારા ખાતરી આપવામાં આવી હતી. જયારે છેલ્લા બે વર્ષથી ભાજપ તરફથી મોરબીના ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજા હતા અને તેમનું નામ લીધા વગર જ કાંતિભાઇ અમૃતિયાએ પુર્વ ધારાસભ્ય બ્રીજેશ મેરજાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.