Wednesday, January 8, 2025

દલવાડી સર્કલ પાસે થયેલ આંગડિયા લૂંટમાં ચાર લુટારુઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના દલવાડી સર્કલ પાસે સવારના સાત વાગ્યાની આસપાસ આંગળીયા લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી ખાનગી ટ્રાવેલ્સ માથી નાણાનું પાર્સલ ઉતારી પોતાની ગાડીમાં મૂકે તે પહેલાં જ કારમાં આવેલા ચાર બુકાનીધારી શખ્સો રૂપિયા 1.1950000 પાર્સલ લૂંટી પલાયન થઈ જતાં આ લુંટ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે જાણવા મળતી વધુ વિગતો મુજબ


મોરબીના દલવાડી સર્કલ પાસે આજે સવારે 7 વાગ્યાની આસપાસ થયેલી આંગડિયા લૂંટ પ્રકરણમાં એએસપી અતુલકુમાર બંસલે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબીના આંગડિયા પેઢીના સંચાલક સંજય પટેલ આજે મનીષભાઈ સાથે તેમનું રાજકોટ તરફથી આવતી ખાનગી સોમાનથ ટ્રેવેલ્સની બસમાં પોતાનું નાણાં ભરેલું પાર્સલ લેવા ગયા હતા અને ખાનગી ટ્રાવેલ્સમાંથી તેઓ આગડિયા પેઢીનું નાણાં ભરેલું પાર્સલ પોતાની કારમાં મૂકીને જતા હતા ત્યારે દલવાડી સર્કલ નજીક એક નબર પ્લેટ વગરની હ્યુન્ડાઇ વેન્યુ કારમાં ચાર લૂંટારુઓ ઘસી આવ્યા હતા અને સંજય પટેલ ઉપર ગિલોલ અને તલવાર વડે હુમલો કર્યો હતો. તેમજ તેમની પાસેથી નાણાં ભરેલા પાર્સલની લૂંટ ચલાવીને રાજકોટ તરફ ભાગી ગયા હતા.


આંગડિયા લૂંટની ઘટનામાં રૂ. 1,19,50,000 લૂટમાં મૂળ ટિકરના અને હાલ અવની ચોકડી નજીક રહેતા મનીષભાઈ પટેલે વિધિવત ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર બનાવને લૂંટારુઓએ કેવી રીતે અજામ આપ્યો અને લૂંટમાં જાણભેદુની સંડોવણી છે કે કેમ તે અંગે પણ સઘન તપાસ ચાલી રહી છે. જો કે લૂંટ સમયે સંજય પટેલ સહિત બે માણસો હતા અને સામે ચાર લૂંટારુઓઆ આ બનાવને અંજામ આપ્યો હતો. એટલે ફરિયાદી સહિત બન્ને વ્યક્તિની પૂછપરછ બાદ આઈપીસી કલમ 394, 120 બી, 34 અને જીપી એકટ 135 મુજબ ફરિયાદ નોંધી છે. હાલ આ લૂંટની ઘટનાને ડિટેકટ કરવા એલસીબી, એસઓજી, એ ડિવિઝન તેમજ ટેક્નિકલ સ્ટાફ સહિતની ટિમો સઘન તપાસ આદરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર