હાલના સમયમાં ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ થઈ છે છાશવારે વધતા ડીઝલના ભાવો દવા બિયારણ ના ભાવો મોંઘી થતી વિજળી આમ મોંઘવારીનો માર સહન કરતો ખેડૂત માંડ બે છેડા ભેગા કરી રહ્યો છે ત્યારે ફરી એકવાર રાસાયણીક ખાતર માં થયેલો ભાવ વધારો ખેડુતો ની કમ્મર ભાંગી નાંખશે તો આ ભાવ વધારો ખેડૂતોના હિતમાં પાછો ખેંચવાની માંગ સાથે ગ્રાહક સુરક્ષા મંડળે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી છે

ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને પત્ર લખી રજૂઆત કરી છે કે તાજેતરમાં સરકાર દ્વારા રાસાયણિક ખાતર જેમાં ડીએપી રૂ ૧૫૦, એન.પી.કે માં રૂ ૨૮૫ નો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે ખેડૂતો પર બોજા સમાન છે ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવું પડે છે હાલની સ્થિતિમાં જમીનમાં રાસાયણિક ખાતર નુ ઉત્પાદન ઘણું ઓછું આવે છે જેથી રાસાયણિક ખાતર ફરજીયાત છે જેથી ભાવ વધારાથી ખેડૂતોને આર્થિક નુકશાન ના થાય અને ખેડૂતોના હિતમાં ભાવ વધારાને તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી છે
