ટીકરનાં રણ પાસે આવેલ ઘુડખર રણઅભ્યારણમાં ઠાલવતા કેમિકલ ને બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી
ટીકર રણ મા અનેક અગરિયાઓ પોતાની રોજી રોટી માટે મીઠું પકવવાનુ કામ કરે છે ત્યાં અનેક કંપનીઓ દ્વારા ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવે છે જેના કારણે વન્ય પ્રાણીઓ ને ભારે નુક્સાન થાય છે ગેરકાયદેસર થતી પ્રવુતિ અટકાવવા અનેક વખત રજૂઆત કરવા મા આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પી સી એફ વાઈલ્ડ લાઈફ ને પત્ર લખી આવી ગેર કાયદેસર પ્રવુતિ બંધ કરવા માંગ કરવામાં આવી આગામી દિવસો મા કાર્યવાહી નહી થાય તો ગ્રીન ટ્યુબનલ કચેરી ખાતે જાણ કરી આવી પ્રવુતિ અટકવવા માંગ કરવામાં આવશે હળવદ ના સામાજિક આગેવાન ચતુર ભાઈ ચરમારી એ પત્ર લખી આવી પ્રવુતિ અટકાવવા માંગ કરી વધુ મા ડો ચતુર ચરમારી એ જણાવ્યું હતું કે તંત્ર ના અધિકારીઓ અનેક વખત રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરે છે જો આગામી સમય આનો કોઈ નિર્ણય નહીં આવે તો આમારે ગ્રીન ટ્યુબનલ કચેરી મા ફરિયાદ કરવી પડશે આવી પ્રવુતિ ને સાંખી લેવામાં નહિ આવે
હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં આવેલ વાડીના ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૯૩૮ તથા બીયર ટીન નંગ-૨૬૪ મળી કુલ કિ.રૂ.૭, ૯૧,૪૪૬/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલફર્લો સ્કવોડના સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, ભાનુભાઇ ચંદુભાઇ ડાંગર રહે. મયુરનગર તા.હળવદવાળાએ પોતાના કબ્જા...
કલેક્ટર કે.બી. ઝવેરીએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી
૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેરમાં અમરસિંહજી હાઇસ્કુલ ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું.
રિહર્સલ દરમિયાન કલેકટરએ પોલીસ અને હોમગાર્ડ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને અધિકારીઓને...
માળીયા મીં તાલુકામાં સ્કૂલોમાં શિક્ષકોની ઘટ હોવાથી બાળકોને શિક્ષણ મળતું નથી જેથી ગરીબ પરિવારોમાં સાક્ષરતા લાવવા માળિયા તાલુકામાં શિક્ષકોની ઘટ પુરી કરવા માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખે જીલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરીયાએ જીલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે માળીયા તાલુકામાં...