ટંકારા: ટંકારા પોલીસ સ્ટેશનના રીપોર્ટ અનુસાર મોટર વ્હીકલ એક્ટની કલમ-૨૦૭ તથા C.R.P.C.૪૧(૧)(D)૧૦૨ તેમજ જી.પી. એક્ટ ૮૨(૨) અન્વયે ૮૯ જેટલા બિનવારસી તેમજ બિનધણીયાતા મુદામાલનો યોગ્ય નિકાલ કરવાનો છે. જેથી આ મુદામાલ જે કોઇપણ શખ્સ પોતાનો હોવાનો દાવો ધરાવતા હોય, તેમણે ૩ માસની અંદર માલિકીના આધાર પુરાવા દસ્તાવેજ સાથે મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી ટંકારા ખાતે અરજી કરવાની રહેશે.
આ બિનવારસી મુદામાલના કોઇ માલિક રજુ નહીં થાય તો તમામ મુદામાલ સરકારમા ખાલસા કરવામા આવશે. જેની દરેકે નોંધ લેવા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કે.જી. સખિયાની યાદીમાં જણાવાયું છે.
મોરબી જીલ્લાના બે ગુન્હા તથા પાટણ જીલ્લાના સમી પોલીસ સ્ટેશનનો એક ગુન્હો મળી કુલ ત્રણ પ્રોહિબીશનના ગુન્હામાં નાશતા ફરતા વોન્ટેડ આરોપીને મોરબી રવિરાજ ચોકડી પાસેથી મોરબી પેરોલ-ફર્લો સ્કોડ/એલ.સી.બી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલ-ફર્લો સ્કોડ તથા એલ.સી.બી. ટીમને સંયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તથા પાટણના...
મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા સારૂ વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવા આવેલ જેથી મોરબી જીલ્લામાં તા.૧૪ મેં થી તા.૧૬ મેં સુધી "હાઇવે ઉપર રોંગ સાઇડ ચાલતા ભારે વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા વાહનમાં માલ-|સામાન ભરેલ...
ભારતનાં પાકિસ્તાન સામે આતંકવાદનાં વિરોધમાં ભારતીય સેનાની ત્રણે પાંખના સૈનિકો દ્વારા અપાયેલ મુંહ તોડ જવાબ " ઓપરેશન સિંદુર" નાં શૌર્યતા સભર સાહસનેં બિરદાવવા ભારતભરમાં " તિરંગા યાત્રા" દ્વારા લોકો પણ સૈનિકોમાં ઉત્સાહ વધારી રહ્યાં છે.
સાહસ, શૌર્ય અને પરાક્રમનાં આ ગુણો બાળકોમાં પણ ઉતરે, દેશ પ્રેમમાં વધારો થાય એ હેતુસર...