Friday, September 27, 2024

ટંકારા ગામ થી અમરાપર જવાના રસ્તે વર્ષોથી રહેતા લોકોના પીવાના પાણીનો પ્રશ્ર હલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા ગામ થી અમરાપર જવાના રસ્તે અને શીતળા મા ની ધાર ના રસ્તે નદીના સામા કાંઠે વર્ષોથી રહેતા ગરીબ, પીડીત, શોષિત અને વંચિત સમાજના લોકોને પીવાનાં પાણીની પાઈપ લાઈનના કામનું સરપંચ ગોરધન ખોખાની અને ઉપસરપંચ પ્રતિનિધિ હેમંતભાઈ ચાવડા , અરજણ ભાઈ ઝાંપડા, દામજીભાઇ ઘેટિયા ના હસ્તે ખાત મુહુર્ત કરવામા આવ્યું હતું. નદીના સામાં કાંઠા વિસ્તારમાં BSF માં ફરજ બજાવતા ટંકારા ગામનું ગર્વ અને દેશપ્રેમી જવાનનો પરીવાર વર્ષો થી પીવાનાં પાણી માટે વલખાં મારતો હતો. તેને નિસ્વાર્થ ભાવી, સર્વ સમાજના હક્ક અધિકારની વાત કરતા “સર્વજન હિતાય, સર્વ જન સુખાય” ના સુત્રને સાર્થક કરતાં સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડાના અથાગ પ્રયાસ થકી હવે પીવાનું પાણી નસીબ થસે. આ વિસ્તાર માં વર્ષોથી વસવાટ કરતો શ્રમિક પછાત વર્ગ અને દેશપ્રેમી ફોજીના પરીવારને પીવાનું પાણી મળી રહે તે માટે અનેક વાર પ્રયાસો કરાયેલ.વર્ષો પછી પીવાના પાણીની સમસ્યા હલ થતાં પછાત પરિવારોએ હર્ષની લાગણી અનુભવી હતી.

ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન સિંહ જાડેજા એ શ્રમિક પરિવારો અને દેશપ્રેમી સૈનિક ના પરીવાર પ્રત્યે કર્તવ્ય સાથે હકારાત્મક અભિગમ અપનાવી પીડિતોની વહારે આવી તમામ પાણી વિહોણા પરિવારોને પીવાનુ પાણી પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહ્યાં હતાં.

આ તકે અરજણભાઈ ઝાંપડા,હેમંતભાઇ ચાવડા, શાંતિલાલ ભાઈ ત્રિવેદી, ધનજીભાઈ, વાલજીભાઈ, ધીરૂભાઇ, ગટીયો માલધારી, કોળી અગ્રણી કાનો, બાબુભાઈ ટોળીયા, સારૂભાઈ, પ્રવિણ વાઘેલા,ગોવિંદ વાઘેલા અને બહોળી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યાં હતાં.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર