અવાર-નવાર માતા-પિતાને થતા ઝઘડાથી કંટાળી અજય વાઘેલાએ પગલુ ભર્યું હોવાનું હાલ સામે આવ્યુ છે.
ટંકારામાં ગૃહ કંકાશથી કંટાળીને અજય વાઘેલા નામના યુવકે ફીનાઈલ પી લેતા સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતા. બનાવ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર ટંકારાના ઉગમણા જાપે રહેતા અજયભાઈ નિતીનભાઈ વાઘેલા (ઉ.23)એ ઘરે તેના માતા પિતાને થતા અવાર નવાર ઝઘડાથી કંટાળીને ફીનાઈલ પી લેતા બેભાન થઈ ઢળી પડયો હતો. જેને તાત્કાલીક સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે અંગે સીવીલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.
