ટંકારાના હમીરપર ગામે આધેડે ઝેરી દવા ગટગટાવી
મોરબી: ટંકારા તાલુકાના હમીરપર ગામે ઝેરી દવા પી જતા આધેડનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ રમેશભાઈ વસ્તાભાઈ કરશીયા ઉ.વ-૫૦ રહે. હમીરપર તા.ટંકારા વાળો ગઈ તા- ૨૪/૧૦/૨૦૨૨ ના સાંજના સાડા સાતેક વાગ્યેની આસપાસ હમીરપર ગામે જેંતીભાઈ ડાયાભાઈની વાડિએ હતા ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર પડધરી સિવિલ હોસ્પિટલમાં લઈ બાદ વધુ સારવાર માટે બેભાન હાલતમા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ઈમર્જન્સી વોર્ડમાં દાખલ કરેલ જેનુ ચાલુ સારવાર દરમ્યાન તા- ૨૫/૧૦/૨૦૨૨ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.