Saturday, September 21, 2024

ટંકારાના વાઘગઢ ગામે ત્રિવેણી કાર્યક્રમો યોજાયા : ગામની શેરીઓને મહાપુરુષોના નામ અપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના વાઘગઢ ગામે હનુમાનજી જયંતી નિમિત્તે ત્રિવેણી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં હનુમાનજી મંદિરે પૂજા અર્ચના તથા આરતી કરવામાં આવી હતી અને વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા.

વાઘગઢ ગામની શેરીઓના ભારતવર્ષના મહાપુરૂષો ઉપરથી મહર્ષિ દયાનંદ શેરી, સ્વામી વિવેકાનંદ શેરી વગેરે નામકરણ કરવામાં આવ્યા હતા તેમજ ગામને આર્થિક યોગદાન આપનાર તથા સતત ગામને સ્વચ્છ અને હરિયાળુ બનાવવામાં ખેવના ધરાવતા વડીલો, બહેનો અને માતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે, છેલ્લા પંદર દિવસથી આખા ગામને રંગરોગાન કરવા આવી રહ્યું હતું જે સામુહિક કાર્યને ગામ આખાયે હોંશે હોંશે વધાવીને ગામને વ્હાઈટ હાઉસ જેવું બનાવે દીધું છે. આ વ્હાઈટ હાઉસ બનાવી દેવાની તમામ જવાબદારી મહેન્દ્રભાઈ ભીખાભાઈ બારૈયાએ લીધી હતી અને રંગરોગાન કરવાનો તમામ ખર્ચ આર્ય વિદ્યાલયના પ્રમુખ માવજીભાઈ અમરશીભાઈ દલસાણીયાએ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત હનુમાન જયંતિ નિમિત્તે આખા ગામનો મહાપ્રસાદ સવજીભાઈ દેવશીભાઈ બારૈયા દ્વારા યોજવામાં આવ્યો હતો તેમજ ભારતના મહાપુરૂષો પરથી શેરીઓના નામ રાખવા પાછળનો તમામ ખર્ચ કાનજીભાઈ રતનશીભાઈ છત્રોલા દ્રારા કરવામાં આવ્યો હતો.

આ કાર્યને બિરદાવવા માટે વાઘગઢ ગ્રામ પંચાયતના બિનહરીફ યુવા સરપંચ વલ્લભભાઈ બારૈયા, ઉપસરપંચ જયેશભાઈ અને પંચાયત બોડી તથા તલાટી મંત્રી શીતલબેન દ્રારા સહયોગ આપનાર અને શ્રમદાન કરનાર તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ, જગદીશભાઈ, દેવેન્દ્રભાઈ ફેફર અને રમણિકભાઈ વડાવીયા દ્રારા કરવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર