ટંકારાના જબલપુર ગામે તા.27 ઓક્ટોબરે “ધાર્મિક નાટક કંસવધ” અને “કોમીક નાટક નભલો પભલો” ભજવાશે
મોરબી: ટંકારા તાલુકાના જબલપુર ગામે શ્રી જબલપુર યુવક મિત્ર મંડળ દ્વારા તા.૨૭-૧૦-૨૦૨૨ ને ગુરૂવારના રોજ સાંજે ૯:૩૦ કલાકે “મહાન ધાર્મિક નાટક કંસવધ” અને સાથે પેટ પકડીને હસાવતું “કોમીક નાટક નભલો પભલો” શિવજીમંદિરની બાજુમાં, સમાજવાડી ગ્રાઉન્ડ જબલપુર ખાતે રજૂ કરવામાં આવશે.
તેથી જબલપુર મિત્ર મંડળ તથા જબલપુર સમસ્ત ગામ દ્વારા ધર્મ પ્રેમી જનતાને આ મહાન ધાર્મિક નાટક અને કોમીક નાટકમાં પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.