Friday, September 27, 2024

ઝુલતા પુલ દુર્ઘટનાને લઇ કોંગ્રેસ ફરી મેદાને: જવાબદાર પાલીકાના અધીકારીઓ-પદાધિકારીઓના નામ FIRમાં ઉમેરવા કરી માંગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં આજે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જવાબદાર પાલીકાના અધીકારીઓ તેમજ પદાધિકારીઓ વિરુદ્ધ ગુન્હો નોંધવાની માંગ કરી હતી.

મોરબીમાં ૩૦ ઓક્ટોબરને રવીવારના રોજ સાંજે મોરબીનો ઐતિહાસિક ઝુલતા પુલ તુટવાની દુર્ઘટના બની હતી જેમાં ૧૩૫ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં શરુઆતથી જ બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યુ હતુ. ઝુલતા પુલ મેન્ટેનસની જેમને જવાબદારી સોપવામાં આવી હતી તે ઓરેવા ગ્રુપ દ્વારા બ્રીજ શરુ કરતા પહેલા બ્રીજનો સ્ટ્રેન્થ ટેસ્ટ કર્યા વિના કે ફીટનેશ સર્ટીફીકેટ લીધા વિના શરુ કરી દીધા હતા તેમજ તેની અગાઉ જે ૧૦૦ લોકોની ક્ષમતા હતી તે ક્ષમતા કરતા ૪ ગણા લોકોને એન્ટ્રી આપવામાં આવી હતી આવતા જતા લોકોને નીકળવા ઈમરજન્સી રસ્તા ન રાખવા, પુલની નીચે પાણી હોવા છતાં લાઈફ સપોર્ટ જેકેટ ન રાખવા સહિતની બેદરકારી દાખવી હતી.

તો બીજી તરફ પાલિકા દ્વારા પણ શહેરની મધ્યમાં આવેલ આ બ્રીજ પર લોકોની આટલી મોટી અવર જવર હોય તેમ છતાં નિદ્રા ધિન બની ગંભીર બેદરકારી દાખવી હતી પોલીસ દ્વારા હાલ ટીકીટ ક્લાર્ક, સિક્યુરીટી ગાર્ડ ઓરેવાના મેનેજર તેમજ મેન્ટેન્સ કરતી કંપનીના એજન્સીના મેનેજર સહિતની ધરપકડ કરવામાં આવી હતી જોકે આ ઘટના બાદ તપાસના નામે શુન્ય જેવી સ્થિતિ જણાઈ રહી છે પાલિકાના અધિકારી પદાધિકારી તેમજ મેનેજમેન્ટ કરતી કંપનીના સંચાલક વિરુદ્ધ એફ આઈ આર પણ દાખલ કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ ફરી એકવાર ઝુલતા પુલ દુર્ઘટનાને લઇ મેદાનમાં આવી છે.

મોરબીમાં આજે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જવાબદાર પાલીકાની બેદરકારી હોવાના આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા ફરિયાદ પર કડક એક્શન લેવા સરકારને આદેશ કર્યો છે પણ સરકાર ભાજપ સાશિત પાલિકાના હોદેદારોને બચાવી રહી છે અને આજદિન સુધિ એક પણ સામે એફઆઈ આરમાં નામ ઉમેરવામાં આવ્યા નથી.એવી ચર્ચા થઇ રહીછે કે પાલિકાને સુપરસીડ કરવામાં આવશે જોકે તેઓઓ માત્ર સુપરસીડ કરવાથી સંતોષ માની લેવાને બદલે તાત્કાલિક ઝુલતા પુલના કરારમાં સહી કરનાર તમામ જવાબદાર અધિકારી પદાધિકારીના એફ આઈ આરમાં નામ ઉમેરવામાં આવે જો આગામી દિવસમાં તેમના વિરુદ્ધ કડક પગલા લેવામાં નહિ આવે તો ભોગ બનનાર પરિવારને સાથે રાખી ઉગ્ર આંદોલનની કોંગી આગેવાનોએ ચીમકી આપી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર