એક તરફ કોરોના અને બાદમાં રશિયા-યુક્રેન યુદ્ધે સિરામિક ઉધોગની માઠી બેસાડી છે ત્યારે ફરી નેચરલ ગેસના ભાવમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે જો નેચરલ ગેસમાં ભાવ વધારો જીંકાય તો સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસર પામવાના સંકેત મળી રહ્યા છે સાથે સાથે પરોક્ષ રીતે જોડાયેલા ધંધા-રોજગારને પણ માઠી અસર પહોંચે તેમ દેખાઈ રહ્યું છે.
કોરોના એ દેશ દુનિયાને જડબેસલાક થીજવી દીધા બાદ આંતરરાષ્ટ્રીય બિઝનેસ શરૂ થયા હતા કે વેસલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાતા આંતરરાષ્ટ્રીય વેસલ ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો હતો જેથી દેશમાં ઉત્પાદિત પ્રોડકશનનું કોસ્ટિંગ જેટ ગતિએ વધ્યું હતું જેથી માઠી અસર નિકાસકારોએ ભોગવી હતી જેમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ બાકાત રહ્યો ન હતો જોકે ઉદ્યોગકારો જેમ તેમ કરી ગાડી પાટે ચડાવી રહ્યા હતા ત્યાં યુક્રેન અને રશિયા યુદ્ધ ના કારણે ક્રૂડના ભાવને આસમાને પહોંચ્યા બાદ પડ્યા પર પાટું મારવા જેવો ઘાટ સર્જાયો છે જેના પગલે નેચરલ ગેસના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાવાનાં સંકેત મળી રહ્યા છે ઉદ્યોગકારો અને કંપની દ્વારા એક મિટિંગનું આયોજન થયું હોવાનું જાણવા મળે છે નેચરલ ગેસના ભાવમાં ફરી વધારો ઝીંકાય તો સિરામિક ઉદ્યોગને માઠી અસર પહોંચે તેમ છે અને સંભવિત રીતે ઉદ્યોગો ઠપ થઈ જવાના સંકેત મળી રહ્યા છે.
જે રીતે ક્રૂડના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તેના પગલે નેચરલ ગેસમાં અંદાજિત 25 થી 30 રૂપિયા પ્રતિ કયુબિક મીટર શક્યતા જોવાઇ રહી છે અને આટલો તોતિંગ વધારો આવે તો સિરામિક ઉદ્યોગ પાસે ઉદ્યોગ ચલાવવા નો કોઈ વિકલ્પ બચતો નહીં હોવાનું જાણવા મળે છે.
ઉદ્યોગપતિ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા એક વર્ષમાં ત્રણ વખત નેચરલ ગેસમાં ભાવ વધારો આવ્યો છે જેમાં પ્રતિ કયુબિક મીટર અલગ અલગ થઈને 24 રૂપિયા વધારાયા હતા ફરી એક વખત ૧૫ ના બદલે એક સાથે 20 થી 30 રૂપિયા નો ભાવ વધારો આવે તો ધંધા-ઉદ્યોગ ઠપ થઈ જવાના સંકેતો મળી રહ્યા છે