જીસીસીના બે દેશોમાં લાગતી એન્ટી ડંપિંગ ડ્યુટી દૂર થાય તેવા સંકેત
મોરબી સીરામીક ઉદ્યોગ માં જુન ૨૦૨૦ થી જીસીસીના ૬(છ) દેશોમા એન્ટીડંમ્પીંગ ડ્યુટી લાગેલી હતી. તેના કારણે મોરબી સીરામીક ઉદ્યોગ જીસીસીના દેશોમા એક્સપોર્ટ ઉપર મોટો ફટકો પડતા જેના અનુસંધાને જીસીસીના એન્ટીડંમ્પીંગના પ્રશ્ર્નો માટે સાસંદ મોહનભાઈ કુંડારીયા દ્રારા કોમર્સ મિનીસ્ટર પિયુષ ગોયલને રજુઆતો કરતા કેન્દ્ર સરકારના સતત પ્રયત્નોથી હાલ જીસીસીના ૬ દેશોમાથી ફક્ત બહેરીન અને સાઉદી અરેબીયા આ બન્ને દેશોમા જ ડ્યુટી લાગે છે.
ત્યારે આ બન્ને દેશોમા લાગતી ડ્યુટીના પ્રશ્ર્નો માટે કોમર્સ મિનીસ્ટ્રી દૃારા સતત કરી રહેલ પ્રયત્નો માટે સાસંદ મોહનભાઈ કુંડારીયાની આગેવાનીમા મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખઓ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા તેમજ વિજયભાઈ પટેલ, પ્રદીપભાઈ કાવઠીયા દૃારા દિલ્હી ખાતે કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલને તેમજ કોમસઁ મિનીસ્ટ્રીના અઘિકારીઓ સાથે મિટીંગ કરી જેમા તેઓના જણાવ્યા પ્રમાણે બન્ને દેશોમા લાગતી ડ્યુટી માટે સકારાત્મક પરિણામ આવશે.