જામનગર-માળિયા હાઈવે પર રામદેવ હોટલ નજીક ટેંકરોમાથી ડીઝલ ચોરી કરતા 39 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયાં
મોરબી: જામનગર – માળીયા હાઈવે પર આવેલ કવન જીન સામે રામદેવ હોટલની પાછળ આવેલ વંડામાં ટેંકરોમાંથી ડીઝલની ચોરી કરતા બે ઇસમોને કુલ કી.રૂ.૩૯,૦૨,૦૫૬/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે મોરબી એલસીબી પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન એલસીબીને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, જામનગર-માળીયા હાઇવે રોડ ઉપર આવેલ કવન જીન સામે રામદેવ હોટલની પાછળ આવેલ વંડામાં અમુક ઇસમો ટેંકરોમાંથી ડીઝલની ચોરી કરતા હોવાની ચોકકસ હકિકત આધારે હોટલ પાછળ વંડામાં રેઇડ કરતા હરદેવભાઇ ઉર્ફે લાલો પ્રભાતભાઇ બોરીચા ઉ.વ. ૩ર રહે. જશાપર તા.માળીયા જી.મોરબી તથા વિનોદભાઇ મેવાલાલ પટેલ ઉ.વ. ૩૨ રહે. ધારીકપુર તા.મચ્છલીશહેર જી.જોનપુર પોસ્ટ. પ્રેમકપુરા થાના સુજાનગંજ ઉતર પ્રદેશ વાળાને ભારત બેંઝ કંપનીનુ ટેન્કર નં.GJ-12-BI-2579 કિં.રૂ. ૧૫,૦૦,૦૦૦/-, ટેન્કરમાં ભરેલ ડીઝલ આશરે ૨૪,૦૦૦/- લીટર કિં.રૂ.૨૩,૭૯,૯૩૬/-, ટેંકરોમાંથી કાઢેલ નાના મોટા કેરબા નંગ-૦૪ જેમાં આશરે ૧૧૦ લીટર કી.રૂ. ૧૦,૧૨૦/, રોકડા રૂપીયા-૨,૦૦૦/- ,મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ.૧૦,૦૦૦/- અન્ય ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૩૯,૦૨,૦૫૬/-ના મુદામાલ સાથે મળી આવતા માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. અન્ય એક શખ્સ હકાભાઇ બાબુભાઇ ચાવડા રહે. હાલ મોરબી મુળ ગામ કેરાળી તા.માળીયા જી.મોરબી વાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.