જબલપુર ખાતે ટંકારા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું
મોરબી: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર , જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ ,જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી મોરબી તથા શ્રી મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારાના સંકલનથી ટંકારા તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ગત શનિવારના રોજ ઓમ વિદ્યાલય જબલપુર-ટંકારા ખાતે યોજાયો હતો.
આ પ્રદર્શન સહ સ્પર્ધામાં સંકુલની કુલ ૨૪ શાળાઓએ ભાગ લીધો હતો. કુલ ૨૭ કૃતિ રજૂ કરવામાં આવી હતી અને સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં પ્રદર્શન નિહાળ્યું હતું.
દરેક વિભાગમાંથી પસંદગી પામેલ પ્રથમ કૃતિ જિલ્લા કક્ષાએ ભાગ લેશે પ્રદર્શનમાં ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર શાળાઓને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગેશભાઈ ઘેટિયા, દિલીપભાઈ બારૈયા, વિજયભાઈ ભાડજા તથા હરેશભાઈ ભાલોડીયાએ જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ઓમ વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી અને જિલ્લા પંચાયતના સભ્ય ભુપેન્દ્રભાઈ ગોધાણી, તાલુકા પંચાયત ટંકારાના પ્રમુખ પુષ્પાબેન કામરીયા, એ.પી.એમ.સી ચેરમેન ભવાનભાઈ ભાગીયા, અગ્રણી સર્વશ્રી પ્રભૂલાલભાઈ કામરિયા, કિરીટભાઈ અંદરપા, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઇ વી.રાણીપા, મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એસ.પી. સરસાવડીયા, મોરબી જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ લાલજીભાઈ કગથરા, મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળાસંચાલક મંડળના ઉપપ્રમુખ નિલેશભાઈ કુંડારીયા, પ્રવક્તા જયેશભાઈ ગામી, સંકુલના સંયોજક આર.પી. મેરજા, બી.આર.સી. કલ્પેશભાઈ ફેફર, ઓમ વિદ્યાલયના આચાર્ય અને કન્વીનર પ્રજ્ઞાબેન ઘેટીયા, મદદનીશ શિક્ષણ નિરીક્ષક એસ.આર.બાદી, વાંકાનેર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ઇદ્રીશભાઈ બાદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
નિર્ણાયક તરીકે એમ.એમ. સાયન્સ કોલેજના પ્રોફેસર ડો જે.જી. રૈયાણી તથા વી.એસ. શાહ વિદ્યાલય-વાંકાનેરના વિજ્ઞાન શિક્ષક સચીનભાઈ કામદાર ઉપસ્થિત રહ્યા હતા.