હોમ હવન ધ્વજારોહણ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફાગણ સુદ બીજ એટલે રાજલ બીજ અને માં આઈ રાજબાઇ નું પ્રાગટ્ય પર્વ જેની ભવ્ય ઉજવણી ચરાડવા અને સાપર ગામે ભક્તિ ભાવથી કરવામાં આવી હતી.
માં આઈ રાજબાઇ નાં પ્રાગટ્ય ની વાત કરીએ તો સંવત ૧૬૩૪ ફાગણ સુદ બીજ નાં દિવસે ચરાડવા મા ઉદા ચારણ ના ઘેર માં આઈ રાજબાઇ એ જ્ન્મ લિધો તેમનું પ્રાગટ્ય થયું હતું અને માત્ર નવ વર્ષની ઉંમરે માતાજી એ પરચો આપ્યો તે જગ વિખ્યાત છે બાદ મા દિન દુઃખીયો ના દુઃખો હરતાં હરતાં માં આઈ રાજબાઇ એનેક પરચા ઓ આપતાં માં આઈ રાજબાઇ જંગદબા તરીકે જાહેર થયાં અને ઘણા પરિવારો માં કુળ નાં કુળદેવી તરીકે પૂજાય છે જે માં આઈ રાજબાઇ ના પ્રાગટ્ય દિવસ નો બે દિવસ નો મહોત્સવ ઉજવાયો જેમાં ક્ચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર વઢવાણ પાટડી ધ્રાંગધ્રા અને મોરબી થીં માં આઈ રાજબાઇ નાં ભક્તો અને સેવકો પદયાત્રા કરી તો કોઈ વાહન મારફતે ચરાડવા ગામે પોહચી ગયા હતા જ્યાં માં ના સાંનિધ્યમાં હોમ હવન અને સાંજે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું જ્યારે સાપર ગામે દરબાર ગઢ મા બેઠેલા માં આઈ રાજબાઇ નો પ્રાગટ્ય દિવસ ની ઉજવણી મા સાપર ગામના ક્ષત્રિય પરિવાર નાં યુવાન દંપતી ઓ હવન મા બેસી ને ખુબજ શ્રધ્ધા ભાવથી માં આઈ રાજબાઇ નું પુજન અર્ચન કરીને આશિર્વાદ લિધા હતાં ત્યારે આજે માતાજી નાં પ્રાગટ્ય દિન નિમિત્તે માતાજી ના યજ્ઞમાં સાપર ગામના વડીલો માતા ઓ બહેનો બાળકો સહિત સહુ કોઈ એ માં આઈ રાજબાઇ નાં મંદિરે થ ઇ રહેલા યજ્ઞમાં હાજરી આપી હતી એકંદરે માં આઈ રાજબાઇ નાં ભક્તો એ માના પ્રાગટ્ય દિવસ ની ભક્તિ ભાવથી અને ધામધૂમથી ઉજવણી કરી હતી.
